• જે લોકોને બંને અલગ અલગ ડોઝ આપવામાં આવ્યા હતા તેમનામાં કોરોનાના આલ્ફા, બીટા અને ડેલ્ટા વેરિએન્ટ વિરૂદ્ધ ઈમ્યુનોજેનેસિટી પ્રોફાઈલ ખૂબ સારી જોવા મળી
  • મિક્સ વેક્સિનથી વેક્સિનની તંગી દૂર કરવામાં મદદ મળશે

WatchGujarat. સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મિક્સ વેક્સિનને લઈ અભ્યાસ ચાલી રહ્યો છે. વૈજ્ઞાનિકોને એવી આશા છે કે, 2 અલગ-અલગ વેક્સિન ડોઝ આપવાથી કોરોના વિરૂદ્ધની ઈમ્યુનિટી વધુ સારી બની શકે છે. આ બધા વચ્ચે ભારતમાં પણ એક સ્ટડીના પરિણામો સામે આવ્યા છે જેમાં મિક્સ વેક્સિનના પરિણામો અંગે પોઝિટિવ રિઝલ્ટ બતાવવામાં આવ્યા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ (આઈસીએમઆર)ના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે, પહેલો ડોઝ કોવિશીલ્ડનો અને બીજો ડોઝ કોવેક્સિનનો આપવા પર વાયરસ વિરૂદ્ધ વધુ સારી ઈમ્યુનિટી જોવા મળી હતી. આ અભ્યાસ ચાલુ વર્ષ દરમિયાન મે અને જૂન મહિનામાં ઉત્તર પ્રદેશ ખાતે કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, એડિનોવાયરસ વેક્ટર પર આધારીત 2 અલગ-અલગ વેક્સિનનું કોમ્બિનેશન કોરોના વિરૂદ્ધ અસરકારક છે અને સાથે જ વાયરસના અલગ-અલગ વેરિએન્ટ્સ વિરૂદ્ધ પણ પ્રભાવી છે.

અભ્યાસમાં એવું સૂચન પણ આપવામાં આવ્યું હતું કે, મિક્સ વેક્સિનથી વેક્સિનની તંગી દૂર કરવામાં મદદ મળશે અને લોકોના મનમાં અલગ-અલગ વેક્સિનને લઈને જે ગેરમાન્યતા અને હેઝિટન્સ છે તે પણ દૂર થશે.

અભ્યાસમાં શું સામે આવ્યું?

આ અભ્યાસમાં 98 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 40 લોકોને કોવિશીલ્ડના બંને ડોઝ અને 40 લોકોને કોવેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે 18 લોકોને પહેલો ડોઝ કોવિશીલ્ડનો અને બીજો ડોઝ કોવેક્સિનનો આપવામાં આવ્યો હતો. અભ્યાસ પ્રમાણે જે લોકોને બંને અલગ અલગ ડોઝ આપવામાં આવ્યા હતા તેમનામાં કોરોનાના આલ્ફા, બીટા અને ડેલ્ટા વેરિએન્ટ વિરૂદ્ધ ઈમ્યુનોજેનેસિટી પ્રોફાઈલ ખૂબ સારી જોવા મળી હતી. આ સાથે જ એન્ટીબોડી અને ન્યૂટ્રલાઈજિંગ એન્ટીબોડી પણ ખૂબ વધારે હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud