WatchGujarat. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે ઘરે થી નીકળતી વખતે ઉતાવળમાં આપણું લાયસન્સ અને અગત્યના દસ્તાવેજો ભૂલી જઈએ છે અને જો એ સમયે પોલીસ આપણે પકડે અને જરૂરી દસ્તાવેજો આપણી પાસે માંગે તો આપણી પાસે તે ન હોવાથી દંડ ભરવો પડે છે. આ સમસ્યાઓથી બચવા માટે તમે એક માત્ર રસ્તો અપનાવી શકો છો. તેની માટે તમારા ફોનમા જરૂરી દસ્તાવેજો રાખવાના છે .આના માટે તમારે ડીગી લોકર અથવા એમ પરીવાહન જેવા એપ નો ઉપયોગ કરવો પડશે
તમારા ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી તેમાં રાખી શકો
આ એપ્લિકેશનને તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ કરીને તમે એમાં તમારા ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી તેમાં રાખી શકો છો.આને કારણે, તમને તમારા દસ્તાવેજને વહન કરવામાં રાહત મળશે. ઉપરાંત, જો તમે ફિઝીકલ ડ્રાઈવિંગ લાઈસન્સ ઘરે ભૂલી જાઓ છો તો ડીજીલોકરમાં પડેલી સોફ્ટ કોપી દેખાડવાથી તમે ચાલનથી બચી જશો.
ડિજિલોકર શું છે
ડિજિલોકર એક પ્રકારનું વર્ચુઅલ લોકર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જુલાઈ, 2015 માં તેની શરૂઆત કરવામાં આવી હતી. ડિજિલોકર ખાતું ખોલવા માટે તમારે આધારકાર્ડ રાખવું ફરજિયાત છે. ડિજિલોકરમાં દેશના નાગરિકો કોઈપણ સરકારી પ્રમાણપત્ર સાથે પાનકાર્ડ, મતદાર આઈડી, પાસપોર્ટ વગેરે રાખી શકે છે.
ડિજિલોકર દસ્તાવેજો વેરિફિકેશન માટે માન્ય રહેશે
ડિજિલોકર પર, તમે તમારી 10 મી, 12 મી, ગ્રેજ્યુએશન વગેરે માર્કશીટ્સ સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજો સ્ટોર કરી શકો છો. ધ્યાનમાં રાખો કે તમે ફક્ત મહત્તમ 50MB ના દસ્તાવેજો ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. સેન્ટ્રલ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ટ્રાફિક પોલીસને સૂચનાઓ આપતી વખતે કહ્યું છે કે ડિજિલોકર દસ્તાવેજો પણ વેરિફિકેશન માટે માન્ય રહેશે.
ડિજિલોકર પર આ રીતે બનાવી શકો છો એકાઉન્ટ
તમારે digilocker.gov.in અથવા Digitallocker.gov.in ની મુલાકાત લેવી પડશે. તે પછી જમણી બાજુ સાઇન અપ પર ક્લિક કરો. તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. અહીં તમારો મોબાઇલ નંબર દાખલ કરો.
આ પછી ડિજિલોકર તમારા દ્વારા દાખલ કરેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલશે. ઓટીપી દાખલ કરો. તે પછી તમારું યુઝર્સ નેમ અને પાસવર્ડ સેટ કરો. હવે તમે ડિજિલોકરનો ઉપયોગ કરી શકો છો.
તમે ડિજિલોકર એપ્લિકેશનને Android પર ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરીને પણ વાપરી શકો છો.
ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે પ્રથમ ડિજિલોકર પર લોગિન કરો. ડાબી બાજુએ અપલોડ ડોક્યુમેન્ટ પર જઈ ક્લિક કરો. દસ્તાવેજ વિશે ટૂંકું વર્ણન લખો. તે પછી અપલોડ બટન પર ક્લિક કરો.