• આમોદના કાંકરિયા ગામે 100, 130 નહિ પણ 150 થી વધુ આદિવાસીઓનું મુસ્લિમીકરણ
  • જકાતના નાણાંનો ઉપયોગ ધર્માંતરણ માટે કરાતો હોવાનો ચોંકાવનારો ખુલાસો
  • ચાર આરોપીના 5 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો
  • સુરતની કોઈ મદરેસામાં ધર્મ પરિવર્તન કરાયેલા પરિવારોને આપતું ધાર્મિક શિક્ષણ
  • ધર્માંતરણમાં નાણાકીય સ્ત્રોત નાના મોટા મુસ્લિમ વેપારીઓ 2.5 % ફરજીયાત જકાત-દાન ધર્માદો કરતા હોય જેનો ઉપયોગ

WatchGujarat. આમોદ તાલુકાના કાંકરિયા ગામે 100 નહિ 130 નહિ પણ 150 થી વધુ આદિવાસીઓનું ધર્માંતરણ કરાયું હોવાનું સામે આવ્યું. એટલું જ નહીં મુસ્લિમ નાના-મોટા વેપારીઓ દ્વારા આવકમાંથી 2.5 % અપાતી જકાતના નાણાંનો ઉપયોગ આ ગેરકાયદે ધર્માંતરણ માટે કરાયો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ મામલે અગાઉ ઝડપાયેલા 4 આરોપીના 5 દિવસના રિમાન્ડમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે.

આમોદના કાંકરિયા ગામે હિન્દૂ સમાજના 37 થી વધુ આદિવાસી પરિવારોના ગેરકાયદે ધર્માંતરણમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે. મળતી વિગતો અનુસાર ઝડપાયેલા 4 આરોપીના 5 દિવસના રીમાન્ડ મેળવી ભરૂચ પોલીસે DYSP એમ.પી. ભોજાણીની અધ્યક્ષતામાં તપાસ હાથ ધરી હતી. આ તમામ આરોપીઓની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, અમુક મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારના બાળકો સુરતની કોઇ એક મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ લઇ રહયાં છે.

તપાસમાં પોલીસને હજુ સંપુર્ણ વિગત મળેલ નથી. પરંતુ આ તપાસ દરમિયાન બાળકોની સંખ્યા તથા મદ્રેસાના નામ મળી શકે તેમ છે. ધર્માંતરણની ગેરકાયદે પ્રવૃતિમાં નાણાકીય સ્ત્રોત અંગે પણ ઘટસ્ફોટ થયો છે. તમને જણાવી દઈએ કે નાના – મોટા મુસ્લિમ વેપારીઓ કે તેઓ પોતાની આવકના 2.5 % જકાત- દાન ધર્માદો કરતા હોય છે. તેઓ પાસેથી આ આરોપીઓને ધર્માંતરણ માટે આર્થિક સહાય મળે છે.

આ મામલે ધર્માંતરણની કાર્યવાહીમાં અંદાજીત 150 થી વધુ માણસોએ પોતાનું મુળ હિન્દુ નામ બદલી મુસ્લિમ નામ ધારણ કરેલ છે. તે અંગે સોગંદનામા, આધારકાર્ડ અને ગેઝેટ બનાવી નામકરણ કરવા સુધીના આધાર પુરાવા મળી આવ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ગેઝેટ પણ રીકવર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ધર્માંતરણ પામેલા મુસ્લિમ નાગરીકોને આરોગ્ય, અભ્યાસ, રાશન વગેરે વિષયક સીધી-આડકતરી મદદ મળે છે. આ તમામ મદદ ચોક્કસ કયાંથી મળે છે અને કોણ કરે છે તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud