કોંઢ -સેંગપુર રોડ પર જાહેરમાં કેમિકલ વેસ્ટ બેગનો નિકાલ કરાયો
એક ટ્રક ભરેલી હેઝાડસ્ટ વેસ્ટ કેમિકલ બેગ નિકાલ કરાતા GPCB ને જાણ કરતા નમૂના લઇ પૃથક્કરણ માટે મોકલી આપ્યા
કોંઢ ગામની સીમમાં કેમિકલ માફિયા દ્વારા કરવામાં આવેલ વેસ્ટ નિકાલથી સ્થાનિક ગ્રામજનોમાં રોષ
અગાવ પણ આ વિસ્તારમાં કેમિકલ વેસ્ટની નિકાલની બનેલી ઘટનાઓ
WatchGujarat. ભરૂચ જિલ્લામાં કોંઢ -સેંગપુર રોડ ઉપર જાહેરમાં કેમિકલ વેસ્ટ બેગનો નિકાલ કરાયો હોવાની ઘટના સામે આવી છે. એક ટ્રક ભરેલી હેઝાડસ્ટ વેસ્ટ કેમિકલ બેગ નિકાલ કરાયો હતો. GPCB જાણ કરતા નમૂના લઇ પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા.
વાલિયા તાલુકાના કોંઢ ગામની સીમમાં કેમિકલ માફિયા દ્વારા કરવામાં આવેલા વેસ્ટ નિકાલથી સ્થાનિક ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. અગાવ પણ આ વિસ્તારમાં કેમિકલ વેસ્ટની નિકાલની ઘટના બની હતી.
અંકલેશ્વરમાં ભૂગર્ભ જળ પ્રદૂષિત કર્યા બાદ હવે પ્રદૂષણ માફિયાઓ દ્વારા જાહેરમાં કેમિકલ વેસ્ટ બેગોનો નિકાલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામથી વાલિયાના કોંઢ ગામ તરફ જતા માર્ગ પર જાહેરમાં કેમિકલ વેસ્ટ ભરેલી બેગોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
એક ટ્રક કરતા વધુ માત્રા ના જથ્થો રોડ ની સાઈડ પર ઠાલવી દેવામાં આવ્યો હતો. જેની તીવ્ર વાસ આવી રહી હતી. આ અંગે સ્થાનિક ગ્રામજનોને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આ અંગે અંકલેશ્વર જીપીસીબી કચેરી ખાતે જાણ કરવામાં આવતા જીપીસીબી મોનીટંરીગ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. વેસ્ટના જથ્થામાંથી નમૂના લીધા હતા અને તેને પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. કેમિકલ વેસ્ટ ઉઠાવી લેવા માટે સંબંધિત વિભાગને તાકીદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અંતરિયાળ વિસ્તારમાં અગાઉ પણ કેમિકલ વેસ્ટ ભરેલી બેગનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેને લઇ જમીનની ફળદ્રુપતાને અસર થઇ હતી. પુનઃ જથ્થો ઠાલવવામાં આવતા સ્થાનિક ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. કોંઢ ગામની સીમમાં કરવામાં આવેલ નિકાલને લઇ ગ્રામજનો દ્વારા જીપીસીબી રજૂઆત કરી કેમિકલ વેસ્ટ નિકાલ કરતા તત્વોને ઝડપી પાડવાની માંગ તેમજ કસૂરવારો સામે પગલાં ભરવા રજૂઆત કરી હતી.