• દંપતિ રવિવારની રજા હોવાથી દિવ પહોંચ્યું હતું. ત્યારે જ આઘાતજનક કહી  શકાય તેવી આ દુર્ઘટના બની હતી
  • આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક દંપતિ પેરાગ્લાઇડિંગનો આનંદ લઈ રહ્યું છે, અને એક દોરડા સાથે આ દંપતિ લગભગ 100 ફૂટ કરતા વધુ ઊંચાઈ પર પહોંચ્યું
  • સમગ્ર વોટર એન્ડવેન્ટરનું કામકાજ દીવના એક નાનકડના ગામના સરપંચનો દિકરો કરે છે

WatchGujarat. કોરોનાથી કંટાળેલા ગુજરાતીઓ આ દિવાળીએ ગુજરાતની આસપાસ આવેલા સ્થળોએ ફરવા માટે નિકળી ગયા હતા. તેવામાં આબુ, દીવ, દમણ અને ગોવા જેવા સ્થળો પર પ્રવાસીઓનો ભારે ધસારો છે. જેમાં આબુને સિવાયનાં તમામ સ્થળો પર દરિયા કિનારે હોવાનાં કારણે પ્રવાસીઓ અલગ-અલગ વોટર રાઇડ્સનો આનંદ ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન ગતરોજ એક ભયાનક દુર્ઘટના થઈ હતી. જેમાં દંપતિ પેરાગ્લાઇડિંગનો આનંદ ઉઠાવી રહ્યું હતું. આ દંપતિ બરાબર મધદરિયે પહોંચ્યું હતું ત્યારે જ દોરડું તૂટતા બંને હવમાં ફૂટબોલની માફક ફંગોળાયા હતા. ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જે જોઈને શ્વાસ અધ્ધર ચડી જશે.

આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક દંપતિ પેરાગ્લાઇડિંગનો આનંદ લઈ રહ્યું છે. અને એક દોરડા સાથે આ દંપતિ લગભગ 100 ફૂટ કરતા વધુ ઊંચાઈ પર પહોંચ્યું છે. બરાબર આ સમયે જ પેરાગ્લાઇડિંગનું દોરડું તૂટી જતા બુમાબુમ મચી જાય છે. તેમજ દંપતિ ફૂટબોલની માફક હવામાં ફંગોળાઈ રહ્યા હોવાનું પણ જોઈ શકાય છે. જો કે સદનસીબે આ દંપતિ પાણીમાં પડવાથી બંનેને માત્ર સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અને બંનેનો જીવ બચી ગયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ, દંપતિ રવિવારની રજા હોવાથી દિવ પહોંચ્યું હતું. ત્યારે જ આઘાતજનક કહી  શકાય તેવી આ દુર્ઘટના બની હતી. જેમાં બોટની સાથે બાંધેલું દોરડું અચાનક તુટી જતા અવકાશમાં વિહરી રહેલી મહિલા ફંગોળાઇ હતી. થોડે આગળ જઇને તે પટકાઇ હતી. જેના કારણે તેને સામાન્ય ઇજાઓ પણ થઇ હતી.

વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ સમગ્ર વોટર એન્ડવેન્ટરનું કામકાજ દીવના એક નાનકડના ગામના સરપંચનો દિકરો કરે છે. જેથી આ કામ દીવનાં તંત્રની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું છે. તપાસમાં સામે આવ્યું કે, આ વોટર રાઇડ માટે જરૂરી લાયસન્સ પણ લેવામાં આવ્યા નથી. ઉપરાંત મોટા ભાગનાં નિયમોને નેવે મૂકી આ કૌભાંડ ચલાવાઇ રહ્યું હતું. હાલ તો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને લોકો તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે આ દુર્ઘટના બાદ તંત્ર જાગૃત થશે કે નહીં તે મોટો સવાલ છે.

Facebook Comments Box

Videos

Our Partners