• CMના આશ્વાસન બાદ GIDA એ હડતાલ સમેટી
  • પડતર માગણીઓ અંગે આશ્વાસન મળ્યું
  • 4 હજાર સરકારી ડોક્ટર્સ ડ્યુટીમાં જોડાયા

WatchGujarat.ગુજરાતમાં ડોક્ટરોની હડતાલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં GIDAએ હાલ પુરતી હડતાલ સ્થગિત રાખી છે. તેમાં રાજ્યના 4 હજાર સરકારી ડોક્ટર્સ ડ્યુટીમાં જોડાયા છે. CMના આશ્વાસન બાદ GIDA એ હડતાલ સમેટી છે. તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ તરફથી પડતર માગણીઓ અંગે આશ્વાસન મળ્યું છે.

ગુજરાતના 10 હજાર જેટલા સરકારી ડોક્ટરો હડતાલ ઉપર ઊતર્યાં હતા. હડતાલ સાથે સંકળાયેલા સિનિયર તબીબોનું કહેવુ હતુ કે ડોક્ટરોના પગારની ઉચ્ચતમ મર્યાદા બાબતે રાજ્યના નાણાં વિભાગના કેટલાક અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અધિકારીઓની દલીલ એવી છે કે, ચીફ સેક્રેટરીના પગાર કરતાં ડોક્ટરોની ઉચ્ચતમ પગાર મર્યાદા વધી જાય છે. જોકે હકીકત એ છે કે, છઠ્ઠા પગાર પંચના અમલ વખતે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડોક્ટરોના પગારની ઉચ્ચતમ મર્યાદા (બેઝિક પ્લસ એનપીએ) રૂ.75 હજારથી વધારીને રૂ 85 હજાર કરી હતી. તે વખતે ચીફ સેક્રેટરીની પગાર મર્યાદા રૂ. 79 હજાર હતી. અને એ મુજબ સાતમા પગાર પંચનો અમલ થયો ત્યાં સુધી વર્ષો વર્ષ ચીફ સેક્રેટરી કરતાં વધારે પગાર ઉચ્ચત્તમ મર્યાદા ડોક્ટરોને આપવામાં આવી છે. તબીબોનો દાવો છે કે, હાલના વડાપ્રધાન મોદીની નીતિને તત્કાલીન વિજય રૂપાણી સરકાર અને વર્તમાન ભુપેન્દ્ર પટેલની સરકારે ફેરવી તોળી છે.

તબીબોનું કહેવું છે કે, મે 2021માં સાતમા પગાર પંચ સંદર્ભે અને ભારત સરકારના જીઆર મુજબ ડોક્ટરોની ઉચ્ચતમ પગાર સીલિંગ 2.37 લાખ હતી. એ વખતે ચીફ સેક્રેટરીની પગાર સીલિંગ 2.25 લાખ હતી. પરંતુ તેના ત્રણ માસ પછી તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ડોક્ટરોને વધુ પગાર આપવાનું અટકાવી દેવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર ડોક્ટરોની માગણી સ્વીકારે તો માત્ર પાંચથી છ કરોડનો જ બોજો પડે તેમ છે. જૂની નક્કી કરેલી પોલિસી મુજબ ડોક્ટરોને બેઝિક અને એનપીએની પગાર મર્યાદા સંદર્ભે રજૂઆતો કરાઈ હતી. આ માગણી નિષ્ફળ જતાં હડતાલ પાડવામાં આવી હતી.

Facebook Comments Box

Videos

Our Partners