સરકારી હોસ્પિટલમાં શ્વાનની બેરોકટોક લટાર વચ્ચે પલંગો ઉપર પણ આધિપત્યના વાયરલ વિડીયોથી તંત્ર હરકતમાં
દર્દીઓને પડતી હાલાકી સામે હોસ્પિટલ સત્તાધીશો શ્વાનોનેને ઘૂસતા અટકાવવામાં પણ લાપરવાહ
આમોદ રેફરલ હોસ્પિટલમાં પલંગ પર કુતરાઓ કરે છે આરામ
WatchGujarat.આમોદ રેફરલ હોસ્પિટલમાંથી લાપરવાહી અને બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે. શુ એક જ સ્થળે માણસ અને કૂતરાને સારવાર અપાઈ છે તેમ આ વીડિયો જોઈ લોકોમાં ચર્ચાઈ જોર પકડયું છે.
https://twitter.com/WatchGujarat/status/1529390181954068480?s=20&t=SLwu_4OK3Kw27l4Cuu7gdQ
અમોદની સરકારી રેફરલ હોસ્પિટલમાં પલંગ પર સુતા રખડતા કુતરાના સામે આવેલા વિડીયોએ બેદરકાર સરકારી તંત્રની પોલ ખોલી છે. માણસોની હોસ્પિટલમાં સખડતા કૂતરા બિન્દાસ ફરવા સાથે હોસ્પિટલના બેડ ઉપર આરામ ફરમાવતા હોવાનો ચોંકાવનારો વિડીયો બહાર આવતા જિલ્લાનું આરોગ્ય ખાતું પણ હરકતમાં આવી ગયું છે.
શું રેફરલ હોસ્પિટલમાં રખડતા કૂતરા ઘુસી ન આવે તે માટે સિક્યોરિટી ગાર્ડ કે કોઈ કર્મચારી ધ્યાન આપનાર કે જોનાર જ નથી. રખડતા શ્વાનમાં હોસ્પિટલમાં લટારોને લઈ દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. દરેકને સમાન સ્વાસ્થ્ય અને આરોગ્ય સેવાની નેમ વચ્ચે ગરીબો માટે કસ્તુરી સમાન સરકારી હોસ્પિટલમાં કુતરાઓ પલંગ પર સુતા હોવા છતાં હોસ્પિટલનો સ્ટાફ જાણે ધતરાષ્ટ્રની ભૂમિકામાં હોય તેમ વાયરલ વિડીયો પરથી નજરે પડતું હતું. હવે જિલ્લાનું આરોગ્ય તંત્ર આ મુદ્દે શુ પગલાં ભરે છે તે જોવું રહ્યું.