• અમેરિકાના ડલાસ-ટેક્સા ખાતે દ્વારા સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી લોકડાયરાનું આયોજન
  • આ કાર્યક્રમમાં લોકોએ ડોલર તેમજ પાઉન્ડનો વરસાદ કર્યો
  • યુક્રેન યુદ્ધમાં બેહાલ થયેલ લોકોની મદદ માટે 3,00,000 ડોલર( 2 કરોડ 25 લાખ રૂપિયા) એકઠા થયા

WatchGujarat.અમેરિકાના ડલાસ-ટેક્સા ખાતે ડલાસ-સુરત ગુજરાતી લેવા પટેલ સમાજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેને કારણે અનેક લોક ઘર વિહોણા થયા છે. ધંધા રોજગાર પણ પડી ભાગતાં પાયમાવ થઇ રહ્યા છે. રોજિંદુ કમાતા લોકોની સ્થિતિ કફોડી બની છે. જેને ધ્યાને લઇને યોજવામાં આવેલા લોક ડાયરામાં સવા બે કરોડ એકઠા થયા હતા.

યુક્રેનમાં વસતા લગભગ ભારતીયોને હેમખેમ ભારત પહોચાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ રસ લઇને ભારતીયો માટે પ્લેન તેમજ ત્યાંની ભારતીય સંસ્થાઓને સેવાકીય આહવાન કરી સલામત સ્થળે તેમજ ભોજન તેમજ ભારત લાવવા સુધીની વ્યવસ્થાઓ કરી હતી. મોદીજીની આ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરીત થઇ, યુક્રેનનાં લોકોનું ભારતીયો પ્રત્યેનું ઋણ ઉતારવા અમેરિકા ડલાસ- સુરત ગુજરાતી લેઉવા પટેલ સમાજના અમેરિકામાં વસતા ચંન્દ્રકાંતભાઇ પટેલ તથા ઝેનભાઇ પટેલે આયોજક ભાવનાબેન મોદીનો સંપર્ક કર્યો હતો અને તેમણે આ સેવાકીય કાર્યક્રમમાં સહયોગ આપવા ગુજરાતનાં ખ્યાતનામ લોક ગાયિકા ગીતાબેન રબારીનો સંપર્ક કર્યો હતો. ગીતાબેન પણ સંપૂર્ણ રીતે આ સેવાકાર્યમાં સાથ સહકાર આપવાની ખાત્રી આપી હતી.

મળતી માહિતી મુજબ અમેરિકાના ડલાસ સીટીમાં ભજન- સંગીત અને સંતવાણી સાથે લોકડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્યક્રમમાં ગુજરાતી સમાજના લોકો સાથે ત્યાંના અગ્રેજ લોકોએ પણ ઉત્સાહ પૂર્વક ભજન લોકગીતનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં લોકોએ ડોલર તેમજ પાઉન્ડનો વરસાદ ગીતાબેનના ગીતો પર કરી 3,00,000 ડોલર( 2 કરોડ 25 લાખ રૂપિયા) યુક્રેન યુદ્ધમાં બેહાલ થયેલ લોકોની મદદ માટે એકઠા થયા હતા.

આ સેવાકીય કાર્યક્રમ વિશે ગીતાબેન તેમજ ભાવનાબેને જણાવ્યુ હતુ કે પ્રત્યેક્ષ અને પરોપકારીક રીતે કોઇ પણ સેવાકીય કાર્ય કરવામાં આવે તો ચોક્કસ પણે સિદ્ધ થાય છે. તેનુ પ્રમાણ અમેરિકામાં વસતા ગુજરાતી સમાજે આપ્યુ છે. સહયોગ સ્વરૂપે સમાજ તરફથી બે કરોડથી વધુની રકમ આ કાર્યક્રમમાં એકત્રીત થયેલ છે. આ સેવાકીય કાર્યક્રમની સફળતા માટે દેશ વિદેશથી ગીતાબેન રબારી, ભાવનાબેન મોદી, ચંદ્રકાંત પટેલ તથા ઝેન પટેલને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. આ કાર્યક્રમમાં અન્ય ગાયક તરીકે સની જાધવે ગીતાબેનને સાથ આપ્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners