WatchGujarat. જો તમે મફતમાં એલપીજી કનેક્શન (LPG Connection) મેળવવા માંગો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખૂબ જ જલ્દી ઉજ્જવલા યોજનાનો બીજો તબક્કો લાગુ કરવા જઈ રહી છે. સરકારી તેલ કંપનીઓ હવે ઉજ્જવલાના બીજા તબક્કાનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા માંગતા હો, તો હવે તમે ઘરે બેસીને અરજી કરી શકો છો. આ યોજના હેઠળ હવે તે લોકો પણ એલપીજી કનેક્શન લઇ શકશે જેમની પાસે કાયમી સરનામું નથી.
જણાવી દઈએ કે આ યોજનાનો લાભ શહેરોમાં રહેતા ગરીબોને આપવામાં આવશે. આ સાથે, જે લોકો દેશના વિવિધ ભાગોમાં નોકરીના કારણે સ્થાનો બદલે છે તેમને પણ આ યોજનાનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (FM nirmala sitharaman) આ યોજના હેઠળ 1 કરોડ ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે.
2016 ની છે આ યોજના
જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ 1 મે 2016 ના રોજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Ujjwala Yojana) ની શરૂઆત કરી હતી. ધુમાડાને કારણે થતા નુકસાનને ધ્યાનમાં રાખીને સરકારે મહિલાઓને મફત ગેસ સિલિન્ડર કનેક્શન આપવાની યોજના બનાવી હતી. આ યોજના હેઠળ, તમે ઘરે બેઠા મફત LPG સિલિન્ડર કનેક્શન માટે અરજી કરી શકો છો. અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. ઉપરાંત, તેમની પાસે બેંક ખાતું અને બીપીએલ કાર્ડ (BPL Card) હોવું જોઈએ.
આ રીતે કરો ઓનલાઈન અરજી..
તમારે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
pmujjwalayojana.com પર ક્લિક કરો.
હોમપેજ પર ડાઉનલોડ ફોર્મ પર જાઓ અને તેના પર ક્લિક કરો.
ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કર્યા બાદ PM ઉજ્જવલા યોજનાનું ફોર્મ આવશે.
હવે ફોર્મમાં તમારું નામ, ઈ-મેલ આઈડી, ફોન નંબર અને કેપ્ચા ભરો.
હવે OTP જનરેટ કરવા માટે બટન પર ક્લિક કરો.
તે પછી ફોર્મ ડાઉનલોડ કરો.
નજીકની એલપીજી ગેસ એજન્સીને ફોર્મ સબમિટ કરો
હવે તમારે આ ફોર્મ તમારી નજીકની એલપીજી એજન્સીને સબમિટ કરવાનું રહેશે. આ સાથે, તમારે આધાર કાર્ડ, સ્થાનિક સરનામાંનો પુરાવો, બીપીએલ રેશન કાર્ડ (BPL Ration Card) અને ફોટો વગેરે જેવા દસ્તાવેજો આપવાના રહેશે. દસ્તાવેજ ચકાસ્યા પછી, તમને એલપીજી ગેસ કનેક્શન મળશે.