નેપાળ ખાતે તાજેતરમાં ચોથી ટ્રેડિશનલ યુથ ગેમ્સ અને સ્પોર્ટ્સમાં દોડની સ્પર્ધા યોજાઈ હતી
ટ્રેડિશનલ યુથ ગેમ્સ અને સ્પોર્ટ્સમાં 5 દેશના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભારત પ્રથમ ક્રમાંકે
ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ ABVPના કાર્યકરો સહિત સમાજના આગેવાનોએ કૃપાનું ભવ્ય સ્વાગત કર્યું
WatchGujarat. તાજેતરમાં નેપાળ ખાતે ચોથી ટ્રેડિશનલ યુથ ગેમ્સ અને સ્પોર્ટ્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 5 દેશોએ ભાગ લીધો હતો. આ ચોથી ટ્રેડિશનલ યુથ ગેમ્સ અને સ્પોર્ટ્સમાં 1500 મીટરની દોડમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની કૃપા બુહેચાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. ગૌરવની વાત છે કે આ સ્પર્ધામાં કૃપાએ 1500 મીટરની દોડ માત્ર 5 મિનિટ અને 13 સેકન્ડમાં પુરી કરીને ભારતને ગોલ્ડ મેડલ સાથે વિજયે અપાવ્યો છે. તેની આ જીતથી આખા પંથકમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના વતની 21 વર્ષીય કૃપા બુહેચા હાલમાં કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જેણે તાજેતરમાં નેપાળ ખાતે યોજાયેલી ચોથી ટ્રેડિશનલ યુથ ગેમ્સ અને સ્પોર્ટ્સની 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મળી છે. કૃપાની આ જીતથી સમગ્ર ગુજરાત અને પંથકમાં ખુશીની લહેર જોવા મળી છે. મહત્વનું છે કે કૃપાએ 1500 મીટરની દોડ 5 મિનિટ અને 13 સેકન્ડમાં જ પુરી કરીને ગોલ્ડ મેડલ જીત્યુ છે. ગોલ્ડ મેડલ મેળવી પરત ફર્યા બાદ ખંભાળીયાના રેલવે સ્ટેશન પાસે જ ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ ABVPના કાર્યકરો સહિત પ્રજાપતિ સમાજના આગેવાનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજ ગામ લોકોએ ફુલહાર પહેરાવી અને સ્મૃતિ ચિન્હ આપીને તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ભવ્ય સ્વાગત બદલ કૃપા બેને તમામનો આભાર માન્યો હતો.
નેપાળમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીતી ગુજરાત જ નહીં દેશ અને વિદેશમાં પણ ખ્યાતિ મેળવી છે. વિદેશમાં યોજાયેલી દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી દુનિયાભરમાં ભારત દેશ સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કૃપાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી નેપાળ ખાતે યોજાયેલી ચોથી ટ્રેડિશનલ યુથ ગેમ્સ અને સ્પોર્ટ્સની 1500 મીટર દોડમાં પસંદગી થઇ હતી. મેં પાંચ દેશોના સ્પર્ધકોને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. મને ઘણી જ ખુશીનો અનુભવ થઇ રહ્યો છે. મેં મારી દોડ 5 મિનિટ અને 13 સેકન્ડમાં પૂરી કરી હતી. કૃપાની જીતથી સમગ્ર પંથકમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે.