• રાજ્યમાં ચોતરફથી નોનવેજ લારીઓ હટાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે 
  • હવે દ્વારકા ખાતે પણ સંપૂર્ણ શાકાહારી ધામ બનાવવું જોઈએ તેવું નિવેદન કર્યું છે સ્વામી શ્રી નારાયણનંદજીએ
  • યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિર થતા જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ સંચાલિત શારદામઠ આવેલો છે

WatchGujarat. ગુજરાતમાં નોનવેજના લારી ધારકો પર તવાઈ બોલવામાં આવી રહી છે. રાજકોટથી શરૂ થયેલી ઝુંબેશ શહેરો તરફ આગળ વધી રહી છે. એક બાજુ મહામારી બાદ માંડ માંડ ધંધા વેપારી ફરી એકવાર ધમધમતા થયા હતા. ત્યાં તો રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ભાવનગર જેવા જાહેર રસ્તા પર નોનવેજનો ધંધો ન કરવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.

આ બાબત અંગે વધુમાં જણાવતા, હવે દ્વારકા ખાતે પણ સંપૂર્ણ શાકાહારી ધામ બનાવવું જોઈએ તેવું નિવેદન કર્યું છે સ્વામી શ્રી નારાયણનંદજીએ. જગદગુરુ આદ્ય શંકરાચાર્યજી સ્થાપિત શારદાપીઠના સંત સ્વામી નારાયણનંદજીએ માંગ કરી કે દ્વારકામાં પણ જાહેરમાં ઈંડા વેચતી લારીઓ હટાવી દેવી જોઈએ. યાત્રાધામ અને તીર્થનગરમાં પણ માંસાહાર પર પ્રતિબંધ લગાવવા પર તેમને માંગ કરી. આ સાથે ભારપૂર્વક જણાવ્યું કે દ્વારકામા પણ નોનવેજનું વેચાણ ન થવું જોઈએ. તીર્થનગરી દ્વારકા એ પણ સંપૂર્ણ શાકાહારીધામ બનાવવું જોઈએ તેવી વાત કરી છે નારાયણનંદજીએ. જગદગુરુ આદ્ય શંકરાચાર્ય સ્થાપિત શરદાપીઠના સંત સ્વામી નારાયણ નંદજીએ હાલ ચાલી રહેલો નોનવેજની ચાલી રહેલી લારીઓનો મુદ્દો છે તેમના પર પોતાના મન્તવ્ય સ્પષ્ટ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિર થતા જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ સંચાલિત શારદામઠ આવેલો છે. ત્યારે પવિત્ર નગરી દ્વારકામાં નોનવેજની લારીઓ મામલે આગાઉ લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. જોકે હજુ પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવાં આવી નથી ત્યારે ભ્રહ્મચારી શ્રી નારાયણ નંદસ્વામીએ આ પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન અનેક સવાલો ઉઠાવ્યા હતા. ભ્રહ્મચારી ચરી નારાયણ નંદ્જી મહારાજે જણાવ્યું હતું કે આ અગાઉ વહીવટી તંત્ર અને પોલીસને દ્વારકા સહીત તીર્થધામોં અને પવિત્ર નાગરોમાંથી માસ-મટનની લારીઓ હટાવવા મામલે રજૂઆત કરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners