દેવભુમી દ્વારકાના ડેપ્યુટી કલેક્ટરે પાક રક્ષણ હથિયારના પરવાના માટે ત્રણ વ્યક્તિઓ પાસે વ્યક્તિ દીઠ એક લાખ, આમ કુલ રૂ. ત્રણ લાખની લાંચ માંગી હતી
કુલ ત્રણ ફરિયાદીઓ લાંચની રકમ આપવા ન્હોતા માંગતા જેથી તેઓએ ગાંધીનગર એસીબીનો સંપર્ક સાંધ્યો હતો
ગાંધીનગર એસીબીએ સમગ્ર મામલાથી વાકેફ થઈ છટકુ ગોઠવી ડેપ્યુટી કલેક્ટરને લાંચ લેતા રંગે હાથો ઝડપી પાડ્યો હતો
WatchGujarat. રાજ્યમાં ભ્રષ્ટાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે. મોટા ભાગની સરકારી કચેરીઓમાં એધિકારીઓ અને કર્મચારીઓ અનેક પ્રકારના સરકારી કામકાજ માટે અરજદારો પાસે યેનકેન પ્રકારે રૂપિયા પડાવી રહ્યા છે. હજી તો પંચમહાલના શહેરાના ટીડીઓ અને અન્ય તાલુકા પંચાયત કચેરીના કર્મીઓના લાંચનો મામલો થાળે નથી પડ્યો ત્યારે દેવભુમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટરનો લાખો રૂપિયાની લાંચનો મામલો સામે આવ્યો છે. ડેપ્યુટી કલેક્ટરે ત્રણ વ્યક્તિઓને પાક રક્ષણ હથિયારના પરવાનો આપવા વ્યક્તિ દીઠ એક લાખ, આમ કુલ રૂ. ત્રણ લાખની માંગણી કરી હતી. જેના સંદર્ભે તેઓ ગાંધીનગર એસીબીના ટ્રેપમાં ઝડપાઈ ગયા હતા. એસીબીએ તેમના વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.
ઉચ્ચ કક્ષાના સરકારી અધિકરીઓ જ્યારે એસીબીના હથ્થે ચડે છે. ત્યારે તમની સાથેના અને નિચલા વિભાગમા કામ કરતા કર્મીઓમાં ખળભળાટ મચી જાય છે. ગુજરાત રાજ્યમાં લાંચીયા અધિકારીઓ એસીબીના હથ્થે ચઢવાનો સીલસીલો યથાવત રહ્યો છે. દેવભુમિ દ્વારકાના ઉચ્ચ સરકારી અધિકારીમાથી એક ડેપ્યુટી કલેક્ટર નિહાર બુધાભાઇ ભેટારીયા લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ફરિયાદી સહિત બીજા બે લોકોએ પાક રક્ષણ હથિયારનો પરવાનો મેળવવાનો હતો. જેથી તેઓ ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારીયા પાસે પ્રાંત કચેરી ગયા હતા. આ દરમિયાન પરવાનો આપવા ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારીયાએ વ્યક્તિ દીઠ એક-એક લાખ,આમ કુલ ત્રણ લોકોના મળી રૂ. ત્રણ લાખની માંગણી કરી હતી. જે લાંચ ફરિયાદી અને તેમલા બંને મીત્રો આપવા ન્હોતા માંગતા આથી તેઓએ ગાંધીનગર એસીબીને સમગ્ર મામલે જાણ કરી હતી.
એસીબીને સમગ્ર મામલાની જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. અને ફરિયાદીઓ પાસે મામલાની વિગતા લઇ છટકુ ગોઠવવાનું આયાજન કર્યું હતું. છટકુ ગોટવાઈ જતા ફરિયાદી તથા તેમના બંને મિત્રો ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારીયા પાસે ગયા હતા. અને તેમની સાથે પરવાનાના સંદર્ભમાં વાત કરી રૂ. ત્રણ લાખ કાઢીને આપ્યા હતા. કલેક્ટર નિહાર ભેટારીયાએ રૂપિયા સ્વીકારતા જ એસીબીની ટીમ ઘસી આવી હતી. અને ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારીયાને લાંચ લેતા રંગે હાથો ઝડપી પાડ્યા હતા. તેમજ તમામ વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.