• દરિયા કિનારે આવેલું દ્વારકાધીશના ભક્તો દેશ વિદેશમાં વસે છે
  • સોમવારે દ્વારકાધીશ સાક્ષાત બિરાજમાન હોય તેવી ઘટના બની હતી
  • સોમવારે બપોરે દ્વારકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો
  • બપોરના સમયે દ્વારકાધીશના વિશ્વવિખ્યાત મંદિર પર વિજળી પડવાની ઘટના બની
  • વિજળી પડવાને કારણે માત્ર મંદિરની ધ્વજાને મુકશાન પહોંચ્યું

WatchGujarat. દ્વારકાધીશ હજરા હજુર છે તેવો એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. હાલ ચોમાસાની મોસમમાં દ્વારકા સહિત રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકાધીશના મંદિર પર સોમવારે ગાજવિજ સાથે વરસેલા વરસાદમાં વિજળી પડી હતી. જો કે, આશ્ચર્ય વચ્ચે મંદિરમાં માત્ર ધ્વજાને જ નુકશાન પહોંચ્યું હતું. અને મંદિર સલામત હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. અહિંયા રાજ્ય અને દેશ તથા દુનિયામાંથી અનેક લોકો દર્શનાર્થે આવે છે. દ્રારકાધીશમાં માન્યતા હોવાને કારણે બારેય માસ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. અહિંયા આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હોવાની માન્યતા છે. હાલ રાજ્ય સહિત દેશમાં ચોમાસુ ચાલી રહ્યું છે. અને દ્વારકા સહિત રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ચમત્કારીક ઘટના સામે આવી હતી.

સોમવારે બપોરે દ્વારકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. વિજળીના ગળગળાટને પગલે દ્વારકા મંદિર નજીકના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બપોરના સમયે દ્વારકાધીશના વિશ્વવિખ્યાત મંદિર પર વિજળી પડી હોવાની ઘટના બની હતી. ઘટનાને પગલે આસપાસના લોકોને કંઇક અજુગતું થશે તેવો ભય સતાવી રહ્યો છે.

પરંતુ તેવામાં જ દ્વારીકાધીશ સાક્ષાત હજરાહજુર હોય તેવી ઘટના થઇ હતી. વિજળી પડવાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. તેવા સમયે વિજળી પડવાને કારણે મંદિરની માત્ર ધ્વજાને જ નુકશાન થયું હતું. દ્વારીકાધીશના મંદિરમાં નુકશાન કરવા માટે સમર્થ વિજળી ધ્વજામાં સમાઇ ગઇ હોવાનું સ્થાનિકોએ પ્રત્યક્ષ નિહાળ્યું હતું. જેને લઇને દ્વારકાધીશ સાક્ષાત હાજરાહજુર હોવાની એક સાબિતી ભક્તોને મળી હતી.

દ્વારકાધીશના મંદિરે ધ્વજા ચઢાવવાનું ભારે મહત્વ હોય છે. જેને લઇને અનેક લોકો દર વર્ષો ધ્વજા ચઢાવીને પ્રભુ પ્રાર્થના કરતા હોય છે. પરંતુ આજરોજ બનેલી ઘટનાને કારણે ભગવાન હજરાહજુર હોવાની ધટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને લોકો દ્વારીકાધીશ પ્રત્યો લોકોની અસ્થા વધુ મજબુત બની હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud