WatchGujarat. ટેક્નોલોજી એ આજના સમયની સૌથી જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે. અને તેમાં હાલમાં આવી જ એક જરૂરિયાતની વસ્તુ ઈયરફોન/હેડફોન બની ગઈ છે. ઘણા લોકો મોર્નીગ વૉક કરતી વખતે, રસ્તો પસાર કરતી વખતે, ટ્રેન કે બસમાં મુસાફરી કરતી વખતે, કે પછી ઓફિસમાં કોલ કરતી વખતે ઈયરફોન/હેડફોન નો વપરાશ કરતા હોય છે. ઘણા લોકો અભ્યાસ કરતી વખતે પણ ઈયરફોનનો ઉપયોગ કરતા હોય છે. ઈયરફોન અને હેડફોન એવી વસ્તુ છે કે જેનાથી તમે બહારના અવાજોથી છુટકારો મેળવી શકો છો. ઘણી વખત હેડફોન લગાવ્યા પછીના થતા કલાકોમાં તમે ભૂલી જાઓ છો કે તમે તમારા કાનને તેમજ મગજને નુકશાન પહોંચાડી રહ્યા છો. લોકો ઘણીવાર ઈયરફોનનો ઉપયોગ ફેશન સ્ટાઇલ માટે કરતા હોય છે. પરંતુ તમે શરીર પર તેની અસર વિશે જાણતા નથી અથવા તમે ધ્યાન આપતા નથી. ઇયરફોન અથવા હેડફોન, જેનો ઉપયોગ કાનની સાથે સાથે શરીરની પણ સમસ્યા સર્જી શકે છે. આજે અમે તમને આ વિશે જણાવીશું
ઉલ્લેખનીય છે કે વધુ પડતા સતત ઉચ્ચ અવાજમાં સંગીત સાંભળવાથી સૌ પ્રથમ તમારા કાનને અસર કરે છે. કાનની સાંભળવાની ક્ષમતા માત્ર 90 ડેસિબલ છે, જે સતત સાંભળીને ધીમે ધીમે 40 થી 50 ડેસિબલ સુધી ઘટી જાય છે. જેના કારણે દૂરનો અવાજ સંભળાતો નથી. જેના કારણે બહેરાશની ફરિયાદ શરૂ થાય છે. તેથી તમારે ઓછા અવાજે ઈયરફોનનો ઉપયોગ કરવો જોઈએ.વળી કલાકો સુધી હેડફોન અને ઇયરફોનનો ઉપયોગ કરવાથી ખાલી કાનને જ નહીં પણ મગજ પર પણ નકારાત્મક અસર પડે છે. ઇયરફોન પર નીકળતી ચુંબકીય તરંગોની અસર મગજની કોશિકાઓ પર થાય છે. વધુ વાર ઇયરફોનનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો, ઓછી નીંદર આવવી, કાનમાં દુખાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.ઇયરફોનના ઉપયોગ કરવાથી કાનની સાંભળવાની સમસ્યા ઓછી થઇ જાય છે.કેટલાક કિસ્સામાં હંમેશા માટે બહેરાપણું આવી જાય છે.
ઘણા લોકો એવા છે જેમને ઊંઘતી વખતે ગીતો સાંભળવાની આદત હોય છે, પણ જણાવી દઈએ કે જેના કારણે મગજ યોગ્ય રીતે પ્રતિસાદ આપતું નથી અને અને રાત દરમિયાન ઊંઘ આવતી નથી છે.તેથી આનો વધુ પડતો ઉપયોગ કરવાનું ટાળો અમે એમ નથી કહી રહ્યા કે તમારે થોભવું જ જોઈએ પરંતુ માત્ર અમુક માર્યાદિત સમય સુધીજ તેનો વપરાશ કરવો જોઈએ. હવે એવા મોબાઈલ આવ્યા છે જેમાં તમે તમારા વોલ્યુમનું સ્તર કેટલું રાખવું જોઈએ તે અંગેની નોટિફિકેશન આવી જાય છે. ત્યારે હંમેશા યાદ રાખો કોઇ બીજાના ઇયરફોન ન વાપરો, બિનજરૂરી ઇયરફોનનો ઉપયોગ કરવાનું ટાળો. સાથે જ કલાકો સુધી ઇયરફોનનો ઉપયોગ કરવો હોય તો એક કલાકમાં 5 થી 10 મિનિટનો બ્રેક જરૂર આપો. સારા ક્વોલિટી વાળા ઇયરફોનનો ઉપયોગ કરો. અને તેના ઇયરબર્ડ્સ સમાંયતરે બદલવાનું રાખો.