દેશનું પ્રથમ હેરિટેજ સિટી અને ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ શહેરને વધુ એક સિદ્ધી હાંસલ થઈ
વિશ્વના સૌથી સસ્તા શહેરોમાં અમદાવાદ સાતમાં ક્રમે આવ્યું
વર્લ્ડ વાઈડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021 રિપોર્ટમાં સામે આવી માહિતી
આ રિપોર્ટમાં વિશ્વના 173 દેશોમાં જીવનધોરણ અને ખર્ચમાં આવેલા ઉતાર-ચઢાવને આધારિત રેન્કિંગ જાહેર કરાયું
Watchgujarat. અમદાવાદ શહેરને અગાઉ અનેક સિદ્ધીઓ પ્રાપ્ત થઈ છે. જેને દેશનું પ્રથમ હેરિટેજ સિટી અને ગુજરાતનું આર્થિક પાટનગર પણ કહેવામાં આવે છે. ત્યારે અમદાવાદને વધુ એક સિદ્ધી હાંસલ થઈ છે. મહત્વનું છે કે અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બની ગયું છે. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે તાજેતરમાં જાહેર કરેલા વર્લ્ડ વાઈડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021 રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા વિશ્વના 173 દેશોમાં જીવનધોરણ અને ખર્ચમાં આવેલા ઉતાર-ચઢાવને આધારિત એક સર્વે કરવામાં આવ્યો હતો. જેના રેકિંગના આધારે તાજેતરમાં જ વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021નો રિપોર્ટ જારી કર્યો છે. જેમાં જેમાં ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ પણ વિશ્વના સસ્તા શહેરની રેસમાં અગ્રેસર છે. એટલે કે વિશ્વમાં સસ્તા શહેરોમાં અમદાવાદનો સમાવેશ કરાયો છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના રિપોર્ટમાં વિશ્વના સૌથી સસ્તા શહેરમાં સાતમા નંબરે મુકવામાં આવ્યું છે.
વિશ્વના સૌથી સસ્તા શહેરોમાં અમદાવાદ સાતમાં ક્રમે
WCOL ઇન્ડેક્સ મુજબ વિશ્વનું સૌથી સસ્તું શહેર સીરિયાનું દમાસ્કસ છે જેને માત્ર 12 પોઇન્ટ મળ્યા છે. ઇઝરાયેલનું તેલ અવીવ શહેર 106 પોઇન્ટ મેળવીને સૌથી મોંઘું શહેર જાહેર થયું છે. WCOL ઇન્ડેક્સમાં અમદાવાદને 37 પોઇન્ટ મળ્યા છે અને તેને 167મું રેન્ક મળતાં તે સાતમું સૌથી સસ્તું શહેર બન્યું છે. જોકે સૌથી સસ્તા શહેરમાં કરાચીએ અમદાવાદને પાછળ છોડી દીધું છે. કારણ કે આ ઇન્ડેક્સમાં પાકિસ્તાનના કરાચી શહેરને 36 પોઇન્ટ મળતાં તે 168મા રેન્ક પર આવ્યું છે.
મહત્વનું છે કે હાલ ગુજરાત સહિત દેશભરની સામાન્ય જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. ત્યારે અમદાવાદને વિશ્વના સસ્તા શહેરોમાં સાતમો ક્રમ આપવામાં આવ્યો છે. જોકે આ યાદીમાં અમદાવાદ સિવાય ભારતના અન્ય કોઈ પર શહેરનો સમાવેશ થયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલના ભાવને લઈને પણ સૌથી મોંઘા શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં પણ ભારતના એક પણ મેટ્રો શહેરનો સમાવેશ નથી થયો. પેટ્રોલનો ભાવ સૌથી વધુ હોંગકોંગમાં છે. આ યાદીમાં ઇઝરાયલનું તેલ અવીવ ચોથા સ્થાને છે. તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘુ શહેર છે. આ દેશની કરન્સી શેકેલમાં આવેલી મજબૂતાઈ મોંઘવારી વધવાના મુખ્ય કારણો છે. અહીં ખાવા-પીવાની વસ્તુઓ તથા પ્રોર્પટીની કિંમતો પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે. નોંધનીય છે કે આ રિપોર્ટમાં સૌથી સસ્તા શહેરો પૈકી અમદાવાદ અને ટ્યૂનીસિયાનું ટ્યૂનીસ શહેરનો વિશેષની વિશેષ નોંધ લેવામાં આવી છે.