• જીતુ વાઘાણીના નિવેદનથી રાજકારણમાં ગરમાવો
  • જીતુ વાઘાણીના નિવેદન પર ગોપાલ ઇટાલિયાનો પ્રહાર
  • “છેલ્લા 27 વર્ષથી ગુજરાત સરકાર સારુ શિક્ષણ આપવામાં નિષ્ફળ ગઇ”

WatchGujarat. ગુજરાતનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જીભ લપસી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકાર શિક્ષણ માટે ખૂબ કામ કરી રહી છે. છતાં જે લોકોને અહીં શિક્ષણ સારું ન લાગતું હોય તો સંતાનોનાં સર્ટિફિકેટ લઈ, જે દેશ-રાજ્ય સારું લાગે ત્યાં જતાં રહે’ આ નિવેદનને લઇને રાજકારણમાં ગરમાયો આવ્યો છે.

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતુ કે જીતુ વાઘાણીના આ નિવેદન પરથી સરકાર સ્વીકારે છે કે છેલ્લા 27 વર્ષથી ગુજરાત સરકાર સારુ શિક્ષણ આપવામાં નિષ્ફળ ગઇ છે. જો નિષ્ફળ ન ગઇ હોત તો શિક્ષણ મંત્રી એવુ કહેતા હોત સમગ્ર દુનિયાના અને સમગ્ર ભારતના બાળકો અહીં ભણવા આવે. અમે સૌના માટે સારી કોલેજો યુનિવર્સિટી બનાવી છે. પરંતુ દુઃખની વાત એ છે કે શિક્ષણમંત્રી પોતે ઉઠીને એવુ કહે છે કે બીજા રાજ્યમાં ભણવા જતા રહો અહીંયા કોઇ વ્યવસ્થા નથી.આ ખૂબ જ દુઃખનો વિષય છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં શિક્ષણમંત્રી હોવાના નાતે ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવાની જવાબદારી જીતુ વાઘાણીનાં શિરે છે. અને ગુજરાતમાં શિક્ષણનું સ્તર નબળું હોવાની સાથે ખર્ચ વધુ હોવાનું અનેકવાર સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે અસરકારક પગલાં લેવાને બદલે તેના દ્વારા કરવામાં આવેલી આ વાતથી લોકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ ગુજરાત જીતુ વાઘાણીની માલિકીનું નહીં હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અને પોતાના આ નિવેદન અંગે તેઓ માફી માંગે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners