• શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત
  • રાજ્યમાં આવતીકાલથી એટલે કે 22 નવેમ્બરથી ધોરણ-1 થી 5ના વર્ગો શરૂ થશે
  • જો કે સ્કૂલમાં હાજરી મરજીયાત રાખવામાં આવી છે

WatchGujarat – આખરે પોણા બે વર્ષનાં સમયગાળા બાદ આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1થી5ની શાળાઓ ખૂલવા જઇ રહી છે. કોરોના કાળમાં 15 માર્ચ,2020થી બંધ થયેલી સ્કૂલો ખોલવા રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી. કોરોના ગાઇડલાઇન વચ્ચે આવતી કાલથી એટલે સોમવારથી રાજ્યમાં ધોરણ ૧થી ૫ની સ્કૂલો ઓફલાઇન શરૂ થશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે. જો કે સ્કૂલમાં હાજરી મરજીયાત રાખવામાં આવી છે.રાજ્યમાં ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો અંગે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતુ કે રાજ્યમાં આવતીકાલથી એટલે કે 22 નવેમ્બરથી ધોરણ-1 થી 5ના વર્ગો શરૂ થશે. આ માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

સ્કૂલમાં આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે…

-વિદ્યાર્થી અને શાળાના સ્ટાફે ફરજિયાત માસ્ક પહેરવું
-વિદ્યાર્થી શાળામાં પ્રવેશે તે પહેલા હાથ સેનેટાઇઝ કરવા
-વિદ્યાર્થીઓ સાથે બેસીને નાસ્તો નહીં કરી શકે
-વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેન્ચ પર બેસાડવા
-વિદ્યાર્થીને તાવ કે શરદી જેવું લાગે તો તે શાળાએ ન આવે
-શાળાએ આવતા પહેલા વાલીઓએ આપવું પડશે સંમતિ પત્રક

લાંબા સમયથી ઓનલાઇન શિક્ષણ લઇ રહેલા નાના બાળકો માટે હવે કોરોના ઓછો થતા ઓફલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે.આ પહેલાં રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાલન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. સરકાર તરફથી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધીમે-ધીમે કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા સ્કૂલ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.પરંતુ હજુ બાળકોને કોરોના વેક્સીન આપવામાં આવી નથી માટે વાલીઓ અને સ્કૂલ સંચાલકોએ ખાસ તકેદારી રાખવી પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud