• પ્રાથમિક શાળાઓ બાળકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યા
  • લાંબા સમય બાદ વિદ્યાર્થીઓ પોતાના મિત્ર અને શિક્ષકને મળતા ખુશી વ્યાપી
  • વડોદરા જિલ્લાની 1053 પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ

WatchGujarat . કોરોના મહામારીને કારણે છેલ્લા 20 મહિનાથી બંધ પડેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓ આજે ફરીને શરૂ થતાની સાથે બાળકો દફતર લઈને શાળાએ પહોંચ્યા હતા. રાજ્યની પ્રાથમિક શાળાઓ બાળકોની ચિચિયારીથી ગુંજી ઉઠી હતી. કોરોના મહામારીને કારણે માસૂમ બાળકોને તેનાથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 15 માર્ચ 2020 શાળાઓ બંધ કરાવી હતી. અત્યાર સુધી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતુ હતુ.

જો કે, શાળાઓ બંધ હતી પણ શિક્ષણ કાર્ય નહિ. પ્રાથમિક શાળાના શિક્ષકોએ શેરી શિક્ષાનું અભિયાન હાથ ધર્યું હતું. ગુરુજનો બાળકોના ઘરના આંગણા સુધી પહોંચ્યા હતા અને શેરીમાં જ શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. આ અભિયાનને પરિણામે બાળકોના અભ્યાસ બગડ્યો નહિ. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુશ્રી અર્ચના ચૌધરીએ જણાવ્યું હતું. હવે ફરી શાળાઓ શરૂ થતાં વડોદરા જિલ્લાની 1053 પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયું હતું. આ શાળામાં સવા લાખ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેની સાથે ખાનગી શાળાઓ શરૂ થાય છે. આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થતાં વાલીઓમાં પણ આનંદ ફેલાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં 15 માર્ચ,2020થી બંધ થયેલી સ્કૂલો ખોલવા રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી. કોરોના ગાઇડલાઇન વચ્ચે આજથી રાજ્યમાં ધોરણ 1થી 5ની સ્કૂલો ઓફલાઇન શરૂ થઇ છે. ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે. જો કે સ્કૂલમાં હાજરી મરજીયાત રાખવામાં આવી છે. વિદ્યાર્થી અને શાળાના સ્ટાફે ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud