watchgujarat: હાલમાં ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે, એક તરફ ઈલેક્ટ્રિક સ્કૂટરના વેચાણમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ચોથી ઘટના સામે આવી છે. આ વખતે પ્યોર ઈલેક્ટ્રિક સ્કૂટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ધુમાડાથી સળગતું જોવા મળે છે. આ ઘટના બાદ ઇલેક્ટ્રિક વાહન માલિકોની ચિંતા વધી ગઈ છે.
અગાઉ ઓલા ઈલેક્ટ્રીક સ્કૂટરમાં લાગી હતી આગ
ચેન્નાઈમાં ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના પહેલી નથી, થોડા દિવસો પહેલા જ ઓલાના ઈલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અગાઉ, તામિલનાડુમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી હતી, જ્યારે ઘરમાં પાર્ક કરેલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતા પિતા અને તેની પુત્રીના મોત થયા હતા. જોકે, અનેક ઘટનાઓ બન્યા બાદ હવે સરકારે પણ તેની કડક નોંધ લીધી છે. જયારે, Ola EV એ પણ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેમની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં આગની વધતી જતી ઘટનાઓની તપાસના આદેશ આપી દીધા છે. 28 માર્ચ 2022ના રોજ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે પુણેમાં ઓલા S1 પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી ત્યારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં આગ લાગવાની બે ઘટનાઓની તપાસ કરવા માટે સ્વતંત્ર નિષ્ણાતોની ટીમ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. તે જ દિવસે વેલ્લોરથી અન્ય ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગની જાણ કરવામાં આવી હતી, જ્યાં ઓકિનાવાના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતાં એક વ્યક્તિ અને તેની 13 વર્ષની પુત્રીનું મૃત્યુ થયું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં, તમિલનાડુના ત્રિચીમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની બીજી ઘટના નોંધાઈ હતી.
જુઓ Video:
Electric scooter from Pure EV catches fire in Chennai, fourth such incident in four dayshttps://t.co/nItRr7Bitjhttps://t.co/3FXdTnwUBe
🧯🔥🧯 pic.twitter.com/5UspWY8RGY
— Lokesh लोकेश ਲੋਕੇਸ਼ لوکیش (@lokeshgrover) March 30, 2022
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં સ્વયંસ્ફુરિત આગની વધતી જતી ઘટનાઓએ ઇલેક્ટ્રિક વાહનો પર લિથિયમ-આયન બેટરીની થર્મલ કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. વર્ષોથી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળેલા ઉદ્યોગ માટે, આ વિકાસ ગુણવત્તા અને ગ્રાહક સલામતી અંગે ચિંતા પેદા કરે તેવી અપેક્ષા છે.
આ કારણોસર લાગે છે આગ
ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાનું મુખ્ય કારણ લિથિયમ-આયન બેટરી છે. લિથિયમ-આયન બેટરીઓ જો અયોગ્ય રીતે બાંધવામાં આવી હોય અથવા ક્ષતિગ્રસ્ત હોય તો આગ લાગવાનું જોખમ વધારે છે. જો બેટરી ઓપરેટિંગ સોફ્ટવેર યોગ્ય રીતે ડિઝાઈન કરેલ ન હોય તો પણ આગ લાગવાનું જોખમ રહેલું છે.