LRDમાં ભરતી લોકરક્ષક દળની તારીખ લગભગ નક્કી છે
આગામી 1 થી 10 ડિસેમ્બર આસપાસ પોલીસતંત્રમાં લોકરક્ષક દળ માટેના ઉમેદવાદોની શારીરિક કસોટી શરૂ થશે
આ પરીક્ષા માટેના કોલ લેટર 20 નવેમ્બરની આસપાસ જારી થઈ શકે છે
ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ વાતની જાણ કરી
WatchGujarat. LRDમાં લોકરક્ષકદળની ભરતી પરીક્ષા માટે આ વર્ષે રેકોર્ડબ્રેક ઉમેદવારી અરજીઓ આવી હતી. જવાનો હવે થઈ જાય સુસજ્જ અને પાર પાડી દેજો હવે લક્ષ્યાંક. કારણ કે પોલીસતંત્રમાં લોકરક્ષકદળની ભરતી પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પરીક્ષાને લઈને સંભવિત તારીખો સામે આવી છે. જેમાં શક્યતા છે કે પોલીસતંત્રમાં લોકરક્ષકદળની ભરતી પરીક્ષા માટેની શારીરિક કસોટી આગામી 1થી 10 ડિસેમ્બર વચ્ચે શરૂ થઈ શકે છે. આ ઉપરાંત પરીક્ષા માટેના કોલ લેટર પણ ઉમેદવારોને 20 નવેમ્બરની આસપાસ જારી થઈ શકે છે. આ અંગે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાણ કરી છે.
ફોર્મ ભરવા માટે આજે લાભ પાંચમનો છેલ્લો દિવસ
પોલીસતંત્રમાં લોકરક્ષકદળની ભરતી માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેથી જ 10 હજાર 988 જગ્યાની ભરતીમાં અધધધ 11 લાખ 13 હજાર 251 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. પરંતુ આ ફોર્મમાંથી 8 લાખ 68 હજાર 422 ફોર્મ જ કન્ફર્મ થયાં હતા. હવે પરીક્ષાની સંભવિત તારીખો સામે આવતા ઉમેદવારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકરક્ષકદળની ભરતીમાં 6 લાખ 35 હજાર પુરુષ ઉમેદવારો અને 2 લાખ 33 હજાર 414 મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યાં છે. જોકે આજે લાભ પાંચમના દિવસે હજી ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે. જેથી લોકરક્ષકદળની ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો હજી ફોર્મ ભરી શકે.
ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદામાં સરકારે એક વર્ષનો વધારો કર્યો
સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.
આ પ્રકારે રહેશે LRD ભરતીનું ટાઈમટેબલ
મળતી વિગતો અનુસાર 20 નવેમ્બરે ઉમેદવારોને કોલ લેટર મળી શકે છે. આ સાથે લોકરક્ષકદળ ભરતી માટેની શારીરિક પરીક્ષા આગામી 9 થી 10 ડિસેમ્બરમાં યોજાઈ શકે છે. જોકે આ પરીક્ષાની તારીખનું સંભવિત ટાઈમ ટેબલ છે. હજી આ માટેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. મહત્વનું છે કે આ વર્ષે નવા રચાયેલા LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ ટ્વિટરના માધ્યમથી કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી એવી સ્પષ્ટતા કરી હતી. આ સર્ટિફિકેટ ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કે પસંદગી પામેલા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી દરમિયાન રજૂ કરવાનું હોય છે. પોલીસમાં વર્ગ- 3માં ત્રણ સંવર્ગોમાં પાંચ વર્ષ રૂ.19 હજાર 950ના ફિક્સ પગારે જાહેર થયેલી LRD ભરતીમાં 9 નવેમ્બરને લાભ પાંચમની રાતે 11-59 કલાક સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.
લોકરક્ષકદળમાં કેટલી જગ્યાઓ માટે ભરતી થશે
બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212
હથિયારધારી કોન્સ્ટેબલની 797
એસઆરપી કોન્સ્ટેબલની 4,450
મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત
- LRDમાં ભરતી લોકરક્ષક દળની તારીખ લગભગ નક્કી છે
- આગામી 1 થી 10 ડિસેમ્બર આસપાસ પોલીસતંત્રમાં લોકરક્ષક દળ માટેના ઉમેદવાદોની શારીરિક કસોટી શરૂ થશે
- આ પરીક્ષા માટેના કોલ લેટર 20 નવેમ્બરની આસપાસ જારી થઈ શકે છે
- ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ વાતની જાણ કરી
WatchGujarat. LRDમાં લોકરક્ષકદળની ભરતી પરીક્ષા માટે આ વર્ષે રેકોર્ડબ્રેક ઉમેદવારી અરજીઓ આવી હતી. જવાનો હવે થઈ જાય સુસજ્જ અને પાર પાડી દેજો હવે લક્ષ્યાંક. કારણ કે પોલીસતંત્રમાં લોકરક્ષકદળની ભરતી પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પરીક્ષાને લઈને સંભવિત તારીખો સામે આવી છે. જેમાં શક્યતા છે કે પોલીસતંત્રમાં લોકરક્ષકદળની ભરતી પરીક્ષા માટેની શારીરિક કસોટી આગામી 1થી 10 ડિસેમ્બર વચ્ચે શરૂ થઈ શકે છે. આ ઉપરાંત પરીક્ષા માટેના કોલ લેટર પણ ઉમેદવારોને 20 નવેમ્બરની આસપાસ જારી થઈ શકે છે. આ અંગે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાણ કરી છે.
ફોર્મ ભરવા માટે આજે લાભ પાંચમનો છેલ્લો દિવસ
પોલીસતંત્રમાં લોકરક્ષકદળની ભરતી માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેથી જ 10 હજાર 988 જગ્યાની ભરતીમાં અધધધ 11 લાખ 13 હજાર 251 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. પરંતુ આ ફોર્મમાંથી 8 લાખ 68 હજાર 422 ફોર્મ જ કન્ફર્મ થયાં હતા. હવે પરીક્ષાની સંભવિત તારીખો સામે આવતા ઉમેદવારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકરક્ષકદળની ભરતીમાં 6 લાખ 35 હજાર પુરુષ ઉમેદવારો અને 2 લાખ 33 હજાર 414 મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યાં છે. જોકે આજે લાભ પાંચમના દિવસે હજી ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે. જેથી લોકરક્ષકદળની ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો હજી ફોર્મ ભરી શકે.
ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદામાં સરકારે એક વર્ષનો વધારો કર્યો
સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.
આ પ્રકારે રહેશે LRD ભરતીનું ટાઈમટેબલ
મળતી વિગતો અનુસાર 20 નવેમ્બરે ઉમેદવારોને કોલ લેટર મળી શકે છે. આ સાથે લોકરક્ષકદળ ભરતી માટેની શારીરિક પરીક્ષા આગામી 9 થી 10 ડિસેમ્બરમાં યોજાઈ શકે છે. જોકે આ પરીક્ષાની તારીખનું સંભવિત ટાઈમ ટેબલ છે. હજી આ માટેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. મહત્વનું છે કે આ વર્ષે નવા રચાયેલા LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ ટ્વિટરના માધ્યમથી કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી એવી સ્પષ્ટતા કરી હતી. આ સર્ટિફિકેટ ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કે પસંદગી પામેલા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી દરમિયાન રજૂ કરવાનું હોય છે. પોલીસમાં વર્ગ- 3માં ત્રણ સંવર્ગોમાં પાંચ વર્ષ રૂ.19 હજાર 950ના ફિક્સ પગારે જાહેર થયેલી LRD ભરતીમાં 9 નવેમ્બરને લાભ પાંચમની રાતે 11-59 કલાક સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.
લોકરક્ષકદળમાં કેટલી જગ્યાઓ માટે ભરતી થશે
- બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212
- હથિયારધારી કોન્સ્ટેબલની 797
- એસઆરપી કોન્સ્ટેબલની 4,450
- મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત