• સુરતમાં ભાજપનો સ્નેહમિલન સમારોહ કોરોનાની ગાઈડલાઈન ભુલાઈ
  • કોંગ્રેસના કાર્યકરો આવેદન આપવા માટે કલેકટર કચેરીએ ગયા
  • કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું 

WatchGujarat.સુરતમાં ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો અને આ સમારોહમાં કોરોનાની ગાઈડલાઈન ભુલાઈ હતી. જેથી આ મામલે કોંગ્રેસના કાર્યકરો આવેદન આપવા માટે કલેકટર કચેરી ખાતે ગયા હતા અને અહી તમામ કાર્યકર્તાઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો જેથી અહી પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ થયું હતું

ભાજપ દ્વારા વનિતા વિશ્રામ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં હજારોની સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મોટા ભાગના લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા અને ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં ૪૦૦ થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે. ત્યારે ભાજપના આ સ્નેહ મિલન સમરોહમાં કોઈ નિયમ લાગુ પડ્યો ન હતો. જેથી આ મામલે આવેદન પત્ર આપવા માટે કોંગ્રેસના કાર્યકરો કલેકટર કચેરી ખાતે ગયા હતા અને તમામ કાર્યકરોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. અહી હાજર પોલીસ દ્વારા તેઓને રોકવામાં આવ્યા હતા જેથી કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે રીતસરનું ઘર્ષણ પણ થયું હતું. જેથી કોંગ્રેસના કાર્યકરો એ કલેકટર કચેરીમાં જ સુત્રોચાર કરી વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ૩૦ હજાર લોકો આ સ્નેહમિલન સમારોહમાં હાજર રહ્યા હતા અને કોવીડની ગાઈડલાઈનનો ભંગ થયો હતો. જેથી આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી કરવામાં ન આવે તો હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની ચીમકી પણ સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud