ઘણા લોકો તેમની આઈબ્રો થી નાખુશ હોતા હોય છે.ચહેરા ની સુંદરતામાં આંખો અને આંખોની સુંદરતામાં આઈબ્રો એક મહત્વનો ભાગ ભજવે છે. આંખોની સુંદરતા વધી જાય છે જયારે આઈબ્રો ભરાવદાર હોય છે.આઈબ્રો ભરાવદાર હોવા પર તમે મેકઅપ વગર પણ ખરાબ લાગો છો… જ્યારે પાતળી આઈબ્રો ચહેરાની સુંદરતાને ખરાબ કરી દે છે.કેટલીક યુવતીઓ આઈબ્રોને ભરાવડાવ કરવા માટે પેન્સિલનો ઉપયોગ કરે છે.તો અન્ય કેટલીક યુવતીઓ બુટિપ્રોડ્કટનો ઉપયગો કરે છે.

શું તમે પણ તમારી આઈબ્રો ભરાવદાર અને લાંબી બનાવવા માંગો છો તો જાણી લો ઘરેલુ ઉપાય જેનાથી તમારી આઈબ્રો કાળી અને ભરાવદાર તેમજ સુંદર બનાવી શકો છો.

સામગ્રી

1 નંગ -ડુંગળી

1 ચમચી -નારિયેળ તેલ

બનાવવાની રીત

-સૌથી પહેલા એક ડુંગળી લઇ ને તેને મિક્સરમાં બરાબર પીસી લો અને તેના રસને એક બાઉલમાં નીકળી લો.

-હવે તેમાં નારિયેળ તેલ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો

-હવે તેને રાતના સમયે રૂની મદદથી આઈબ્રો પર લગાવી લો .

-તેને આખી રાત લગાવી રાખો વહેલી સવારે તેને નવશેકા પાણીથી ધોઈ લો

ફાયદાઓ

ખાવામાં સ્વાદ અને સલાડ તરીકે ઉપયોગમાં લેવાતી ડુંગળી તમારી આઈબ્રો ભરાવદાર કરવાનું કામ કરે છે.તેમજ ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં સલ્ફર રહેલું છે.જે વાળને વધારવાનું કામ કરે છે.નારિયેળ તેલ તમારા વાળને મોટા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.બંને વસ્તુને એક સાથે મિક્સ કરીને સહેલાઈથી ભરાવદાર બનાવી શકો છો.તમે પણ આ નુસકહો ટ્રાય કરી શકો છો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud