સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત પ્લેટફોર્મ નં 1,2 અને 3 ઉપર રૂ.4.54 કરોડના ખર્ચે ઇલેક્ટ્રોનિક એક્સલરેટરની સુવિધા
પ્લેટફોર્મ નં 2 અને 3 ઉપર રૂ.42.20 લાખના ખર્ચે મુસાફરો માટે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ
વાંકાનેર સ્ટેશન પર પ્લેટફોર્મ નં.2 ઉપર સરક્યુલેટીંગ એરિયામાં મુસાફરો માટે બે લિફ્ટ તથા પ્લેટફોર્મ નં.2 ઉપર કવરશેડ લગાવવામાં આવ્યો
Watchgujarat.રેલવે સ્ટેશન સૌરાષ્ટ્રનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક એક્સલરેટર લિફ્ટ યુક્ત સ્ટેશન બન્યું છે. જ્યાં રૂપિયા 23.76 કરોડનો ખર્ચે અન્ય 5 સુવિધાઓ સાથે રેલ્વે સ્ટેશનના નવિનીકરણનું સાંસદ મોહન કુંડારીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ રેલવે જંકશન ખાતે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત પ્લેટફોર્મ નં 1,2 અને 3 ઉપર રૂ.4.54 કરોડના ખર્ચે ઇલેક્ટ્રોનિક એક્સલરેટરની સુવિધા, પ્લેટફોર્મ નં 2 અને 3 ઉપર રૂ.42.20 લાખના ખર્ચે મુસાફરો માટે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.
આ ઉપરાંત રૂ.12.45 કરોડના ખર્ચે રેલ્વે સ્ટેશનના નવિનીકરણનું કાર્ય, પ્લેટફોર્મ નં.2 અને 3 ઉપર રૂ.59.75 લાખના ખર્ચે મુસાફરો માટે કોચ ઇન્ડિકેટર સિસ્ટમ તથા પ્લેટફોર્મ નં.2 અને 3 ઉપર મુસાફરો માટે રૂ.3.28 કરોડના ખર્ચે ક્વિક વોટર સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ વાંકાનેર સ્ટેશન પર પ્લેટફોર્મ નં.2 ઉપર સરક્યુલેટીંગ એરિયામાં રૂપિયા 1.20 કરોડના ખર્ચે મુસાફરો માટે બે લિફ્ટ તથા પ્લેટફોર્મ નં.2 ઉપર રૂ.1.01 કરોડના ખર્ચે કવરશેડ લગાવવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ સાંસદ મોહન કુંડરિયાનાં હસ્તે કરાયું હતું.
આ તકે કુંડારિયાએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં રેલવે મંત્રાલય તરફથી રાજકોટના પેસેન્જર્સને મહત્તમ સુવિધા મળે તે હેતુથી અનેક નવી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે. સાથે-સાથે પ્રવર્તમાન સુવિધાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રને વિશેષ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે ખાસ રાજકોટ- સુરેન્દ્રનગર ડબલ ટ્રેકનું કામ પુરજોશમાં કરાઈ રહ્યું છે. જેથી રાજકોટને તેનો મહત્તમ લાભ મળશે. રાજકોટ રેલવે જંકશન અધ્યતન સુવિધા, સુરક્ષાની સાથે સાથે સ્વચ્છતાનો ત્રિવેણી સંગમ હોવાનું પણ તેમણે કહ્યું હતું.