સીંગ પાક જેને બીજા શબ્દોમાં માંડવી પાક કહેવામાં આવે છે,એ એક ગુજરાતી મીઠાઈ છે. જે લગભગ દરેક ગુજરાતીના રસોડામાં બનતું જ હશે. સામાન્ય રીતે આ સીંગદાણાનો ભૂકો કરીને ગોળ સાથે બનાવવામાં આવે છે. પણ જ્યારે વાત આવે ગૌરી વ્રતની ત્યારે આ વ્રતમાં ગોળ ન ખવાતો  હોવાથી આ સિંગપાક ખાંડ સાથે બનાવો પડે છે. સીંગ પાક ઉપવાસમાં ખુબ ખવાય છે, કારણકે આ ખાવાથી શરીરને પોષકતત્વો મળે છે. અને ઉપવાસમાં ભૂખ્યા રહેવા છતાં આ ખાઈને શરીરને જરૂરી તાકાત મળે જાય છે તો આજે જાણીલો કઈ રીતે બને છે. આ સ્પેશ્યલ ગૌરી વ્રતમાં ખવાઈ આવી મીઠાઈ સીંગ પાક

સામગ્રી

-સેકેલા સિંગદાણાનો પાવડર 250 ગ્રામ

-ખાંડ 3/4 કપ ચાસણી માટે

-પાણી 1/3 કપ ચાસણી કપ

-ઘી 1 ચમચી

બનાવવાની રીત

-સૌપ્રથમ સીંગદાણાને સેકી લો ,પછી અને મિક્સરમાં પીસી લો

-પછી 3/4 કપ ખાંડ લો અને 1/3 કપ પાણી એડ કરી ચાસણી બનાવિ લો અને ચાસણી એક તારની જ બનાવવાની છે

-ચાસણી બની જાય તો એક વાર ચેક કરી લો એક તાર થાય છે કે નહિ પછી એમાં સિંગદાણાનો પાવડર એડ કરી લો પછી એને  મિક્સ કરી તે બાદ તેમાં ઘી નાખી બરાબર મિક્સ કરી લો

-પછી અને થોડું સેકાવા દો પછી તે બરાબર થાય એટલે એક પ્લેટ લો અને એ પ્લેટમાં ઘી લગાવી લો પછી એમાં આ મિક્સરને પાથરી લો

-પછી તેને 10-15 મિનિટ રહેવા દો પછી તેને ચોરસ સેપમાં કટ કરી લો

આ પાક તમે એક અઠવાડિયા સુધી રાખી શકો છો અને આ એકદમ સોફ્ટ બનશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud