અસ્થિ એ હદે સળગી ગયેલા કે તેમાંથી ડીએનએ મેળવવામાં ફોરેન્સિક લેબ નિષ્ફળ
હત્યા બાદ પીઆઇ પતિ અજય દેસાઇએ મૃતદેહ સળગાવી દીધેલો
watchguujarat. વડોદરાનો ચર્ચિત કેસ સ્વીટી હત્યાકાંડમાં ડીએનએ મેળવવામાં ફોરેન્સિક લેબ નિષ્ફળ રહી છે. કારણ કે હત્યા બાદ પીઆઇ પતિ અજય દેસાઇએ મૃતદેહ સળગાવી દીધો હતો. એટલી હદે અસ્થિ સળગી ગયો હતો કે ડીએનએ મેળવવામાં ફોરેન્સિક લેબ નિષ્ફળ રહી છે માટે હવે અમેરિકાની FBI મદદ કરશે
મળતી માહિતી મુજબ વડોદરા ગ્રામ્ય એસઓજી પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલના બળેલી હાલતમાં મળેલા અસ્થિમાંથી ડીએનએ મેળવવામાં ફોરેન્સિક લેબ અને નિષ્ણાતોને નિષ્ફળતા મળતાં હવે આ અસ્થિ વધુ તપાસ માટે અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને મોકલવાનો ડીસીબી ક્રાઇમે નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં સ્વીટી પટેલના અસ્થિ અમેરિકા મોકલવાની કોર્ટની મંજૂરી માગતી એક અરજી પણ કરવામાં આવી છે.
વડોદરા એસઓજી પીઆઇ અજય દેસાઇ અને તેની પત્ની સ્વીટી પટેલ વચ્ચે કરજણ ખાતે આવેલા બંગ્લા પર ગત.4 જૂન 2021ની રાત્રે લગ્ન સંબંધ મામલે ઝઘડો થયો હતો. બાદમાં રાતના 12.30 વાગ્યાની આસપાસ સ્વીટી પટેલ અને તેનો સંતાન સૂઇ રહ્યા હતા ત્યારે પતિ અજય દેસાઇએ સ્વીટીનું ઉંઘમાં જ ગળુ દબાવી દીધું હતુ બાદમાં અજય દેસાઇએ ગત.5 જૂનને સવારના 10.45 વાગ્યાની આસપાસ પોતાની જીપમાં સ્વીટી પટેલની ડેડબોડી બ્લેન્કેટમાં પેક કરીને અટારી ખાતે લઇ ગયો હતો. જ્યાં અજય દેસાઇએ તેના મિત્ર કિરિટસિંહ જાડેજાની બંધ હોટલના પાછળમાં ભાગે સ્વીટી પટેલની લાશ સળગાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપી એસઓજી પીઆઇ અજય પટેલની પૂછપરછ કરતી હત્યા કર્યાનું બહાર આવ્યું હતુ. એફએસએલ દ્વારા સ્વીટી પટેલનાં અસ્થિના અવશેષો મેળવીને ફારેન્સીક લેબમાં મોકલ્યા હતા. પરંતુ ગુજરાતની ફારેન્સિક લેબોરેટરી સ્વીટી પટેલની અસ્થિના અવશેષો પરથી ડીએનએની વિગતો મેળવી શકી ન હતી.