વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પોલીસે બે મહિલાઓની કરી ધરપકડ
પકડાયેલ બંને મહિલાઓ જાહેરમાં પુરૂષોને આકર્ષવાની કોષીશ કરતી હતી
સયાજીગંજ પોલીસે બંને મહિલાઓ વિરૂદ્ધ ગુનો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. વડોદરા શહેરનો સયાજીગંજ વિસ્તાર જે લોકો જિલ્લા બહારથી આવતા હોય તે લોકો માટે આ વિસ્તાર વડોદરાનું પહેલું પગથિંયું છે. કારણકે અહિંયા રેલ્વે સ્ટેશન ઉપરાંત એસટી ડેપો આવેલ છે. જ્યાં જાહેરમાં આવતા જતા પુરૂષો સામે બીભત્સ ચેન ચાળા કરી પુરૂષોને આકર્ષવાની કોશીષ કરનાર બે મહિલાઓને સયાજીગંજ પોલીસ સ્ટેશનના કર્મીઓએ પકડી પાડી ગુના નોંધ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સંસ્કારી નગરી વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં એસ.ટી. ડેપો, રેલવે સ્ટેશન, શાક માર્કેટ તથા જાણીતી એમ.એસ.યુનિ. આવેલી છે આ વિસ્તારની ગણના શહેરના સૌથી વ્યસ્ત રહેતા વિસ્તારોમાં કરવામાં આવે છે. ત્યારે અહિં મહિલાઓ દ્વારા શમરનજક હરરત જાહેરમાં કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિસ્તારમાં અલગ-અલગ જગ્યાઓએ જાહરમાં મહિલા દ્વારા પુરૂષોને ખુલ્લામાં બીભત્સ ઈશારા કરી, જાહેરમાં આવતા જતા રાહદારીઓને હેરાન પરેશાન કરતી કરતી હોવાની હકિકત સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી. જાડેજાને મળી હતી.
આ માહિતીના આધારે સયાજીગંજ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ સહિત શી-ટીમને જાહેરમાં પુરૂષોને આકર્ષતી મહિલાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવાની સુચનાઓ આપાવામાં આવી હતી. જેના અનુસંધાને પેટ્રોલીંગ દરમિયાન બીબીસી ટાવર સયાજીગંજ તથા સયાજીગંજ કમાટીબાગ રોડ ઉપર ઉભી રહી બે મહિલાઓ આવતા જતા ઈસમો તથા નવજુવાન યુવકોને જોઈ બિભત્સ ચેનચાળા ઈશારા કરતી નીર્લજ્જ પણ વર્તન કરતી જોવા મળી હતી. તે બંને મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી.
બંને મહિલાઓની અટકાયત કરી પોલીસ તેઓને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઈ આવી હતી. અને તેઓ વિરૂદ્ધ ગુનાઓ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પોલીસે બે મહિલાઓની કરી ધરપકડ
- પકડાયેલ બંને મહિલાઓ જાહેરમાં પુરૂષોને આકર્ષવાની કોષીશ કરતી હતી
- સયાજીગંજ પોલીસે બંને મહિલાઓ વિરૂદ્ધ ગુનો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી