• સાવલી તાલુકાના લામડાપુરા ગામે આવેલ એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી
  • શિવ ઈન્ડસ્ટ્રીયલ પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું
  • ભીષણ આગના ધુમાડા બે કિલોમીટ સુધી દેખાયા
  • ફાયર વિભાગની ટીમો આગ પર કાબુ મેળવવા કામે લાગી

Watchgujarat. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે આવેલી એક પ્લાસ્ટિકની કંપનીમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ નજીકના વિસ્તારોમાં નાસભાગ મચી ગઈ હતી. જોત જોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જો કે ફાયર વિભાગને બનાવની જાણ થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી દિધી હતી. નોંધનીય છે કે આગનો મેજર કોલ જાહેર થાય તેવી સ્થિતિ હાલ તબક્કે જોવા મળી રહી છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બપોરના એક વાગ્યાની આસપાસ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે આવેલ શિવ ઈન્ડસ્ટ્રીયલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. આગ એટલી ભયંકર હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા. જે દુર દુર સુધી જોઈ શકાતા હતા. ભીષણ આગ લાગતા જ નાસભાગ મચી જવા પામી હતી.

જાણવા મળ્યું છે કે આ આગના ધુમાડાના ગોટે ગોટા બે કિલોમીટર સુધી જોઈ શકાતા હતા. સમગ્ર બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર ફાયટરો તાત્કાલિક ધોરણે ધટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી દિધી હતી. જ્યાં આ આગ એકાએક કાબુ બહાર નિકલી ગઈ હતી. તેમજ આ કંપનીની બાજુમાં આવેલ અન્ય કંપનીમાં ઓક્સીજનના બોટલ પણ મુકેલા હોવાનું જાણવા મળ્યું છે. જોકે સાવચેતીના ભાગ સ્વરૂપે ફાયર વિભાગ દ્વારા નજીકની કંપનીઓને ખાલી કરાવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.

વધુમાં જાણવા મળ્યું છે કે, આ કંપનીમાં પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાથી આગ કાબુ બહાર જઈ રહી છે. જોકે હાલ તબક્કે આ મેજર કોલ જાહેર કરાયો નથી. પરંતુ જરૂર પડ્તા આગને ધ્યાને લઈ આગળ કામગીરી કરવામાં આવશે. આગનો મેજર કોલ જાહેર થાય તેવી સ્થિતિ હાલ તબક્કે જોવા મળી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud