• આગની જાણ થતાં ફાયર ફાઇટરની 4 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ
  • પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ પાર કાબુ મેળવ્યો હતો
  • આગનાં કારણે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ લાખોનું નુકસાન

WatchGujarat. શહેરની આર.ટી.ઓ ઓફિસ પાસે આવેલા બંગડીના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ અંગેની જાણ થતાં ફાયર ફાઇટરની 4 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ પાર કાબુ મેળવ્યો હતો કારખાનામાં પ્લાસ્ટિકની બંગડીનો છોલ વધુ માત્રામાં હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આગનાં કારણે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ લાખોનું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જાણવા મળતી વિગત અનુસાર, આરટીઓ નજીક સવારના સમયે બંગડીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગ લાગવાના કારણે ગોડાઉનમાં રહેલો માલ બળીને ખાખ થઈ ગયો હતો. અને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ ઘટનાને પગલે ફાયર વિભાગનાં 4 જેટલા ફાયર ફાઇટરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે વિસ્તારમાં આગની ઘટના સામે આવતા થોડા સમય માટે હાહાકાર મચી જવા પામ્યો હતો.

પ્રાથમિક રીતે મળતી જાણકારી મુજબ, પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. અને તેમાં પણ પ્લાષ્ટીકની બંગડીનો છોલ વધુ માત્રામાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. જો કે હાલ આ અંગે ફોરેન્સિક વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ આગને પગલે આસપાસનાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners