• વિદેશથી કોલ કે એપના માધ્યમથી કોલ કરાયો છે પોલીસ કરશે તપાસ
  • અશાંતધારા વચ્ચે સ્થાનિક 3 હિંદુ યુવાનોને વોટ્સએપ કોલ અને મેસેજ કરનાર પોતાનું નામ ઉસ્માન પટેલ જણાવતો વ્યક્તિ કોણ
  • બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી સુલેહ શાંતિનો ભંગ કરવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

WatchGujarat. આમોદના કાંકરિયા ગામે 150 થી વધુ આદિવાસીઓના ધર્માંતરણની ઘટના વચ્ચે ભરૂચમાં ફરી અશાંતધારાની આગ સ્થાનિક હિંદુ યુવાનોને વિદેશથી આવેલા વોટ્સએપ કોલિંગ અને મેસેજથી ભડકી હતી. મકાન વેચવા કથિત રીતે ₹1 કરોડની કરાયેલી ઓફરમાં એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ભરૂચ હાથીખાનામાં હિંદુઓનું મકાન ₹1 કરોડમાં ખરીદવાનો વોટ્સએપ મેસેજ અને કોલની ઘટનામાં એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. જુના ભરૂચમાં અશાંતધારો અમલી વચ્ચે હાથીખાનાના સોની ફળિયામાં રહેતા 3 યુવાનો ઉપર વિદેશથી વોટ્સએપ કોલિંગ અને મેસેજથી મકાન ખરીદવા કરાયેલી ઓફરમાં ગૌરાંગ રાણાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવી છે.

સ્થાનિક હિંદુ યુવાનની ફરિયાદને લઈ એ ડિવિઝન પોલીસે વિદેશથી કે કોઈ એપના માધ્યમથી કરાયેલા કોલ અને ઉસ્માન પટેલ નામના વ્યક્તિ અંગે તપાસ શરૂ કરી છે. જ્યારે સમગ્ર મામલે ASP વિકાસ સુંડાએ અશાંતધારો લાગુ હોવા છતાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવા અને સુલેહ શાંતિ ભંગ કરવાની આ ઘટનામાં વોટ્સએપ કોલિંગ અને ચેટની વિગતો મેળવાઈ રહી હોવાનું જણાવ્યું છે.

ઉલ્લેખનિય છે કે , એક મહિના અગાઉ જ બહાદુર બુરજ સોની ફળિયામાં સ્થાનિક હિંદુ પરિવારોએ અશાંતધારાનો અમલ થતો નહિ હોવાના આક્ષેપ સાથે તેમના મકાનો અને મંદિરો પણ વેચવાના હોવાના બેનરો લગાવ્યા હતા. જેના સોશ્યલ મીડિયા થકી સમગ્ર રાજ્ય અને દેશમાં પડઘા પડ્યા હતા. જે બાદ વિસ્તારના લોકોએ મંદિરો પરથી તો બેનર હટાવી લીધા હતા. જોકે હજી પણ તેમના ઘરો ઉપર આ મકાન હિંદુનું છે અને વેચવાનું છે તેવા બેનર લાગેલા છે.

એક તરફ આમોદમાં ધર્માંતરણનો ગંભીર મુદ્દો હાલ ચાલી રહ્યો છે ત્યારે જ ભરૂચમાં હિંદુઓના મકાન ખરીદવા કરાયેલી ઓફરથી અનેક તર્ક વિતર્ક સર્જાઇ રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud