એઇમ્સના બાળરોગ વિભાગમાં દાખલ થયેલ એક 11 વર્ષના બાળકનું બર્ડ ફ્લૂ (એવિયન ઈન્ફલ્યુએન્ઝા) થી મૃત્યુ થયું છે. ડૉકટરના જણાવ્યા મુજબ, બાળક (H5N1) વાયરસથી સંક્રમિત હતો. દેશમાં આ વર્ષે બર્ડ ફ્લૂને કારણે આ પહેલું મૃત્યુ થયું છે. બાળકની તબિયત લથડતાં 2 જુલાઈએ તેને એઈમ્સમાં દાખલ હતો. બાળકને ડી -5 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. સોમવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

વાયરસને શોધવા માટે એઈમ્સ દ્વારા બાળકના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં મંગળવારે એવિયન ઈન્ફલ્યુએન્ઝાની પુષ્ટિ કરવામાં આવી છે. ડોકટરે જણાવ્યું છે કે એચ5એન1 (H5N1) વાયરસ ખાસ કરીને પક્ષીઓ અને ચિકનમાં થાય છે. તે પક્ષીઓમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને તે તેમની પાસેથી મનુષ્યમાં પણ ફેલાય છે. આ વાયરસની ઓળખ પહેલીવાર ચીનમાં 1996 માં થઈ હતી. બર્ડ ફ્લૂના આ વાયરસને કારણે પક્ષીઓમૃત્યુ થાય છે. આ વર્ષે આ પહેલો કેસ છે જ્યારે આ વાયરસને કારણે કોઈનું મોત નીપજ્યું છે.

નોંધનીય છે કે દિલ્હીમાં જાન્યુઆરી મહિનામાં બર્ડ ફ્લૂના ઘણા કિસ્સા સામે આવ્યા હતા, જ્યારે લાલ કિલ્લામાં 14 કાગડાઓ અને સંજય તળાવમાં ચાર બતક મળી આવ્યા હતા. લેબને મોકલવામાં આવેલા આઠ નમૂનાઓમાં તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મનુષ્ય વચ્ચે ઝડપથી ફેલાય શકે છે વાયરસ

થોડા વર્ષો પહેલા થયેલ એક નવા વૈજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે H5N1 બર્ડ ફ્લૂ વાયરસ બદલીને આવા સ્વરૂપ લઈ શકે છે કે તે મનુષ્ય વચ્ચે ઝડપથી ફેલાય શકે છે. સંશોધનકારોએ આવા પાંચ જૈવિક પરિવર્તનની વચ્ચે મહામારી ફેલાવવાનું કારણ બની શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud