• વર-વધુને પોલીસ સ્ટેશનમાં રખાયા હોવાની ગુજરાતની પ્રથમ ઘટના
  • નવદંપતીની સાથે અન્ય પરિવારજનોએ પણ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવી
  • અમારાથી થોડું મોડું થઈ જતા અમે માફી માગી હતી : પીયૂષ પટેલ

WatchGujarat.પોલીસ પ્રજા પાસે કફર્યુ પાલન કરાવે એ ખૂબ સારી વાત છે પરંતુ ક્યારેક માનવતા ભૂલી બેસે છે. ગુજરાતના ઇતિહાસમાં સૌ-પ્રથમ વખત એવી ઘટના બની કે વર-વધુએ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવી પડી. જી.હા વલસાડ પોલીસે કરફ્યુના ભંગ બદલ વર-વધુને પોલીસ સ્ટેશનમાં પુરી રાત રાખ્યા હતા અને આ અંગે વર-વધુ સહિત 35 લોકો સામે કરફ્યુ ભંગનો ગુનો નોંધ્યો હતો. જેને પગલે પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ વલસાડમાં રાત્રિ કફર્યૂની કડક અમલવારીનો એક નવદંપતીએ લગ્નની પ્રથમ રાતે જ અનુભવ થયો હતો. વલસાડ શહેરની બહાર લગ્નપ્રસંગ પૂર્ણ કરી રાત્રિ કફર્યૂ દરમિયાન શહેરમાં પ્રવેશી રહેલા નવદંપતી અને તેના પરિવારજનોની પોલીસે અટકાયત કરી હતી. નવદંપતીએ લગ્નની રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી. આ અંગે પરિવારજનોએ કહ્યું હતું કે અમે લોકોએ પોલીસને કહ્યું હતું કે અમને તમામને પોલીસ મથકમાં રાખવા હોય તો રાખો પણ વર-વધુને પોલીસ સ્ટેશનમાં ન રાખો તેમ છતાં પોલીસ માની ન હતી અને બળજબરીપુર્વક તેમને પોલીસ મથકમાં જ આખી રાત રાખ્યા હતા.

દુલ્હા અને દુલ્હન સામે માનવતાના ધોરણે કાર્યવાહી કરાતી નથી હોતી. પરંતુ, ગુજરાતમાં આ પ્રથમ એવી ઘટના છે કે, જેમાં વલસાડ પોલીસે કફર્યૂ ભંગના મામલામાં દુલ્હા અને દુલ્હનને પણ છોડ્યા ન હતા. તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી. પારડી વિસ્તારમાં લગ્ન પૂર્ણ કરી પરત ફરી રહેલા નવદંપતીએ સુહાગરાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવાનો વારો આવ્યો હતો. નવદંપતીની સાથે અન્ય પરિવારજનોએ પણ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવી હતી. સવારે તમામનો જામીન પર છુટકારો થયો હતો.

આ અંગે મિ઼ડીયા સાથે વાત કરતાં વરરાજા પીયૂષ પટેલે પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. પીયૂષ પટેલે કહ્યું હતું કે, અમારાથી થોડું મોડું થઈ જતા અમે માફી માગી હતી. નેતાઓ જ્યારે કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવે છે ત્યારે જ આ જ પોલીસ આંખ આડા કાન કરે છે. જ્યારે સામાન્ય લોકો સાથે કાયદાની કડક અમલવારીના નામે હેરાનગરતિ કરવામાં આવે છે.અમારા પરિવારજનોએ કહ્યું હતું કે, કફર્યૂ ભંગની અમારી સામે કાર્યવાહી કરો અને નવદંપતીને જવા દો. પરંતુ, પોલીસ એકની બે ના થઈ અને અમારી સાથે ગેરવર્તન કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. ત્યારે સવાલ એ થાય કે નેતાઓ ખુલ્લેઆમ કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડવતા હોય છે અને તેમની સામે આજ સુધી કાર્યવાહી કરવાની સમગ્ર પોલીસ સ્ટાફની હિંમત નથી. ત્યારે એક વર-વધુને પુરી રાત લોકઅપમાં રાખી ગુજરાત પોલીસ શું સાબીત કરવા માંગે છે.

Facebook Comments Box

Videos

Our Partners