• શિયાળામાં દર વર્ષે સુરેન્દ્રનગરના રણમાં મહેમાન બને વિદેશી પક્ષી
  • આ વર્ષે ફ્લેમિંગો, સુરખાબ અને કુંજ સહિતના વિદેશી પક્ષીઓની પધરામણી
  • ફ્લેમિંગો પક્ષીએ રણમાં 50 હજારથી વધુ માળા બાંધ્યા
  • વિદેશી પક્ષીઓને જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા

WatchGujarat. દર વર્ષે શિયાળામાં સુરેન્દ્રનગરના રણમાં મહેમાન બનીને વિદેશી પક્ષીઓ આવતા હોય છે. આ વર્ષે પણ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે. જેમાં ફ્લેમિંગો, સુરખાબ અને કુંજ સહિતના વિદેશી પક્ષીઓની પધરામણી થઈ છે. નોંધનીય છે કે વિદેશી પક્ષી ફ્લેમિંગોએ 50 હજારથી વધુ માળા બાંધ્યા છે. આ માળામાં રહેલા ઈંડા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પારડીના રણના મહેમાન બન્યા વિદેશી પક્ષી

આ અંગે મળતી વિગતો અનુસાર ચોમાસાની સિઝન દરમિયાન નાના રણમાં ફ્લેમિંગોનું સારા પ્રમાણમાં લિસ્ટીંગ થયું છે. જેમાં અંદાજે 50 હજારથી વધુ માળા જોવા મળ્યા હતા. કોરોના મહામારીના કારણે ગત વર્ષે રણમાં પ્રવાસીઓ ઓછી સંખ્યામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. રણમાં વિદેશી પ્રવાસીઓને નિહાળવા આવેલા એક પ્રવાસીએ મીડિયાને જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે ઘણા લાંબા સમય પછી નાનુ રણ પ્રવાસીઓ માટે ખુલ્યુ છે. જેથી અમે વહેલી સવારથી નાના રણમાં આવ્યા છે. બપોર સુધીમાં અમને અહિંયા જુદા-જુદા વિદેશી પક્ષીઓ જોવાનો લાહ્વો મળ્યો છે.

ફ્લેમિંગો પક્ષીના ઈંડા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

મહત્વનું છે કે નાના રણનો વિસ્તાર 4953 ચોરસમીટર છે, જેમાં શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓ ખોરાકની શોધમાં આવતા હોય છે. આ સમયે ફ્લેમિંગો પક્ષી અહિંયા માળા બાંધે છે અને ઈંડા મૂકતા હોય છે. આ વર્ષે મોટી સંખ્યામાં ફ્લેમિંગો, સુરખાબ અને કુંજ સહિતના વિદેશી પક્ષીઓ રણમાં શિયાળો ગાળવા આવી પહોંચ્યા છે. ખાસ કરીને ફ્લેમિંગો પક્ષિઓના 50 હજારથી વધુ માળા અને તેમાં રહેલા ઈંડા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હજારો કિલોમીટર દૂરથી આવતા આ વિદેશી પક્ષીઓ 4 મહિના સુધી રોકાણ કરે છે. જેથી જ આ વિદેશી પક્ષીઓને જોવા માટે અહિંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud