• ફુલહારનો ઉપયોગ સુરત કોર્પોરેશન રિયુઝ કરીને તેને ફર્ટિલાઈઝર બનાવવા માટે કરે છે
  • મૈત્રીએ કોર્પોરેશન સાથે પરવાનગી લઈને મંદિરોમાંથી આ ફૂલો એકત્ર કરવાનું શરૂ કર્યું
  • મૈત્રી ફુલોનો રિયુઝ કરીને તેમાંથી અગરબત્તી, સાબુ જેવા બીજા પ્રોડક્ટ બનાવે છે

WatchGujarat.મંદિર હોય કે અન્ય કોઈ ધાર્મિક સ્થાન, ઈશ્વરને પૂજવા માટે અને ભગવાન માટે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે લોકો ફૂલ હાર ચડાવે છે. કેટલાક લોકો પ્રેમનો એકરાર કરવા તો ક્યારેક પ્રસંગોમાં ડેકોરેશન માટે પણ ફુલોનો ઉપયોગ કરવામાં આવે છે. પણ કોઈએ વિચાર્યું છે કે એકવાર ફુલોનો ઉપયોગ થયા પછી આખરે એ ફુલહારનું શું થાય છે ?

સામાન્ય રીતે ઘરે જે લોકો ભગવાનને ફૂલ હાર ચડાવે છે તે પૂજાપો નદીમાં વિસર્જિત કરે છે અથવા તો નજીકમાં કશે ઝાડ પાસે મૂકી દે છે, જોકે પાણી કે નદીમાં આ ફૂલો ફેંકવાથી પાણીની ગુણવત્તા પર અસર થાય છે તેમજ પાણીમાં રહેતા જીવો સામે પણ તેનાથી ખતરો રહેલો છે. એક આંકડા પ્રમાણે ભારતમાં 800 મિલિયન ટન ફુલોનો દર વર્ષે ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં સુધી વાત છે સુરતની તો સુરતમાં મંદિરમાં ચડાવવામાં આવેલા ફુલહારનો ઉપયોગ સુરત કોર્પોરેશન રિયુઝ કરીને તેને ફર્ટિલાઈઝર બનાવવા માટે કરે છે.

તેવામાં સુરતની એક યુવતી અને તેના મિત્રોએ સાથે મળીને નવું સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે, જેમાં તેણી ફુલોનો રિયુઝ કરીને તેમાંથી અગરબત્તી, સાબુ જેવા બીજા પ્રોડક્ટ બનાવે છે. મૈત્રીનું કહેવું છે કે “લોકો મંદિરોમાં ફૂલો ચડાવે છે, અને બીજા દિવસે તેનો કોઈ ઉપયોગ રહેતો નથી. ત્યારે અમે તેને અપસાઇકલ કરવાનો વિચાર કર્યો છે.”

મૈત્રીએ કોર્પોરેશન સાથે પરવાનગી લઈને મંદિરોમાંથી આ ફૂલો એકત્ર કરવાનું શરૂ કર્યું, સૌથી પહેલા મૈત્રીએ ફુલોમાંથી કલર બનાવ્યા હતા, અને તે પછી તે એક સ્ટેપ આગળ વધી. મંદિરમાંથી એકત્ર કરાયેલા ફુલોનો પાઉડર બનાવીને હવે તે ફુલોને રિયુઝ કરીને કોઈપણ કેમિકલ વગર તેમાંથી સાબુ, અગરબત્તી, સોલિડ પરફ્યુમ વગેરે બનાવી લે છે. એટલું જ નહીં મૈત્રી એ  આ વેસ્ટ ફૂલોમાંથી સાબુ અગરબત્તી પર્ફ્યુમ સિવાય હોળીના રંગો પણ બનાવ્યા છે

મૈત્રી એ હાલ પ્રોજેક્ટના ભાગરૂપે શરૂ કરેલા આ ઇનોવેશનને લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. કારણ કે કેમિકલમુક્ત અને અન્ય બીજી કોઈ ભેળસેળ વગર બનાવવામાં આવતી આ પ્રોડક્ટ પર્યાવરણ માટે તો ફ્રેન્ડલી છે જ સાથે સાથે તેનો ઉપયોગ પણ બિલકુલ નુકશાનકારક નથી. હાલ આ બધી પ્રોડક્ટોને ઓનલાઇન વેચાણ કરવામાં આવે છે.

મૈત્રીનું માનવું છે કે આ પ્રોજેક્ટને તે આખા ગુજરાતભરમાં લઇ જવા માંગે છે. જેથી મંદિરોમાં ચડાવવામાં આવતા પૂજાપાની અપસાઇકલ તો કરી જ શકાય સાથે સાથે મંદિરોને પણ ઝીરો વેસ્ટ ટેમ્પલ બનાવી શકાય.

Facebook Comments Box

Videos

Our Partners