આપ સૌએ ઘણીવાર સાંભળ્યું હશે કે કેળા ખાવનું તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.અને તમને ઘણી જગ્યાએ વાંચું પણ હશે કેળાના ફાયદા વિશે. આ બધી વાત એકદમ સાચી છે. એક કેહવત છે કે કોઈ પણ કાર્ય યોગ્ય સમયેજ કરવું જોઈએ, તે જ રીતે કેળા પણ યોગ્ય સમયે ખાવા જરૂરી છે. તે વાત તો સત્ય છે કે કેળા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. પરંતુ જો કેળા યોગ્ય સમયે ન ખાવામાં આવે તો તમારી મુશ્કેલી વધી શકે છે.

આ સ્તિથીમાં સવાલ ઉભો થાય છે કેળા ક્યારે ખાવા જોઈએ. ખરેખર, જો તમે યોગ્ય સમયે કેળાનું સેવન કરો છો,તો તમને યોગ્ય પોષણ મળશે.અને જો તમે ખોટા સમયે કેળા ખાવ છો તો તે તમારી માટે હાનિકારક સાબિત થઇ શકે છે.જો તમે કેળા ખાતા હોવ તો સારું છે,પણ તેને યોગ્ય સમયે ખાવાની ટેવ રાખો.

-ચાલો આપસૌને જણાવી દઈએ કે કેળા ક્યારે ખાવા જોઈએ

રાત્રે કેળા ન ખાવા જોઈએ

કેળામાં આયર્ન, ટ્રિપ્ટોફન, વિટામિન બી 6 અને વિટામિન બી, તેમજ પોટેશિયમ, ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે, જે તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો કરે છે. જો કે રાત્રે કેળાનું સેવન ન કરવું જોઈએ. ઘણા નિષ્ણાતો માને છે કે રાત્રે કેળા ખાવામાં કોઈ નુકસાન નથી થતું, પરંતુ તમારે રાત્રે કેળા ન ખાવા જોઈએ. કેળામાં આવા ઘણા પદાર્થો છે, જે તમને ઉર્જા આપે છે.

આવી સ્થિતિમાં, તમારું શરીર રાત્રે આરામ કરવાનું કહે છે અને જો તમે આ સમયે કેળા ખાઓ છો, તો તમને ઉર્જા મળે છે. જેને લીધે તમને સૂવામાં તકલીફ પડે છે. આ સિવાય કેળા પચવામાં થોડો સમય લે છે, તેથી સુવાના ત્રણ કલાક પહેલા સુધી કેળા ન ખાવા જોઈએ.

શરદી અને ખાંસીમાં પણ કેળાથી બચવું જોઈએ

જો આયુર્વેદની વાત માનીએ તો જે લોકોને શરદી, ખાંસી હોય તેમણે કેળું ન ખાવું જોઈએ. ખરેખર, આયુર્વેદમાં ત્રણ પ્રકૃત્તિ સામેલ છે, જેમાં વાત, કફ અને પિત્તનો સમાવેશ થાય છે. આમાં કફા પ્રકૃતિના દર્દીઓએ કેળા ખાવાનું ટાળવું જોઈએ. આમાં પણ આ લોકોએ સાંજે કેળા ન ખાવા જોઈએ.

ખાલી પેટ ન ખાવા જોઈએ

હંમેશાં એવું કહેવામાં આવે છે કે કેળાને સવારના નાસ્તામાં સમાવી શકાય છે. પરંતુ, ખાલી પેટ કેળા ન ખાવાની ખાસ કાળજી લો. તમે કેળા સાથે ડ્રાયફ્રૂટ અથવા અન્ય ફળો ખાઈ શકો છો. જણાવી દઈએ કે કેળામાં મેગ્નેશિયમ હાજર હોય છે અને આ લોહીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રાને વધારે છે. તેથી કેળાને ક્યારેય ખાલી પેટ પર ન ખાવા જોઈએ.

નોંધ:-આ લેખ માત્ર જાણકારી માટે છે,આનો ઉપયોગ અથવા ઉપચાર કરતા પહેલા તબીબ અથવા વિશેસક સાથે સંપર્ક કરો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud