• વડોદરા ગેસ કંપની દ્વારા પ્રથમવાર પોલીસની મદદ લઇ બાકી નાણાંની વસુલાત કરવાની સાથે ગેરકાયદે ગેસ કનેક્શન સામે કાર્યવાહી કરાઈ
  • આજે બપોર સુધીમાં બાકી નાણાં માટે પાંચ કનેક્શન કાપ્યા, મીટર લગાવ્યા વિના બાઈપાસ કરેલા એવા સાત કનેક્શન ઝડપી પાડયા
  • છેલ્લા પાંચ વર્ષમાં વડોદરા ગેસ કંપનીના વાડી ઝોન વિસ્તારના રૂપિયા પાંચ કરોડ જેવી માતબર રકમ ભરપાઈ થઇ નથી
  • સ્થળ ઉપર ગેસ બીલ ના બાકી ના હોય તેવા ગ્રાહકો પાસેથી બપોર સુધીમાં રૂપિયા અઢી લાખની વસુલાત કરવામાં આવી

WatchGujarat. શહેરનો વાડી વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર તરીકે જાણીતો છે. ત્યારે આજે વાડી વિસ્તારમાં વડોદરા ગેસ કંપની દ્વારા ગેસ બીલની બાકી વસુલાત અને ગેરકાયદે ગેસ કનેક્શન ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે આજે આ ઝુંબેશ માટે ગેસ કંપનીએ પ્રથમવાર પોલીસની મદદ લઇ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આજે બપોર સુધીમાં બાકી નાણાં માટે પાંચ કનેક્શન કાપ્યા અને મીટર લગાવ્યા વિના બાઈ પાસ કરેલા એવા સાત કનેક્શન ઝડપી પાડયા હતા. આ ઝુંબેશ માટે ગેસ કંપનીની ત્રણ ટીમો કામે લાગી હતી.

વાડી વિસ્તારમાં વડોદરા ગેસ કંપનીની ત્રણ ટીમો દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સંયુક્ત સાહસ વડોદરા ગેસ કંપનીના ડાયરેક્ટર શૈલેષ નાયકની સૂચનાથી સ્વપ્નિલ શુક્લ, શૈલેષ પંચાલ, અને વિરલ શાહની ત્રણ ટીમ બનાવવામાં આવી હતી. જેમના દ્વારા પ્રથમ વખત પોલીસની મદદ લઇ વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી ગેસ બીલ ભરપાઈ નહીં કરતા ગેસ ગ્રાહકો સામે આજે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વડોદરા ગેસ કંપનીના વાડી ઝોન વિસ્તારના રૂપિયા પાંચ કરોડ જેવી માતબર રકમ ભરપાઈ નહીં થતા આખરે આજે ગેસ કનેક્શન આપવાની શરૂઆત કરી હતી.

આ કાર્યવાહી શરૂ થતાં સવારથી બપોર સુધીમાં બાકી રકમને ધ્યાનમાં રાખી પાંચ કનેક્શન આપવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોના મકાનમાં મીટર લગાવ્યા વિના ગેસ કનેક્શન બાયપાસ કરી વધારાનું કનેક્શન મેળવી લઈને ઉપયોગ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. એવા સાત ગેસ કનેક્શન પર મીટર લગાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ અંગે શૈલેષ પંચાલ જણાવ્યું હતું કે, વડોદરા ગેસ કંપની દ્વારા બાકી નાણાંની વસુલાત અને ગેરકાયદે ગેસ કનેકશન અંગે વાડી ઝોન વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. જેમાં સ્થળ ઉપર ગેસ બીલ ના બાકી ના હોય તેવા ગ્રાહકો પાસેથી બપોર સુધીમાં રૂપિયા અઢી લાખ ની વસુલાત કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud