• ગુજરાત ભાજપના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ડો. ઋત્વીજ પટેલે ટ્વીટ કરી માહિતી આપી
  • અમદાવાદમાં યોજાયેલું સંત સંમેલન સુપર સ્પ્રેડર બન્યું
  • સંત સંમેલનમાં ઉપસ્થિતિ રહેલા એક પછી એક નેતા કોરોના પોઝીટીવ

Watchgujarat.વધતાં કોરોના કહેર વચ્ચે કોરોના ભાજપને ભરખી ગયો છે. એક પછી એક ભાજપ નેતા કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હવે ગુજરાત ભાજપનાં યુવા મોરચાનાં પૂર્વ અધ્યક્ષ ડો. ઋત્વીજ પટેલ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ઋત્વીજ પટેલે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી હતી.

મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસથી ભાજપના અનેક નેતાઓ કોરોના પોઝીટીવ જોવા મળી રહ્યા છે ત્યારે ભાજપનાં વધુ એક યુવા નેતા કોરોના પોઝીટીવ જણાયા છે. ગુજરાત ભાજપના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ડો. ઋત્વીજ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “અસ્વસ્થતાના લક્ષણો જાણવા મળતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. પાછલા થોડા દિવસોમાં જે કોઈ સાથી મિત્ર મારા સંપર્કમાં આવ્યા હોઈ, તેમને વિનમ્ર અનુરોધ કરું છે કે સ્વાસ્થ્ય કાળજી દાખવી સ્વયંને કોરેન્ટાઈન કરી કોવિડ-19ની યોગ્ય તપાસ કરાવો”મહત્વની વાત એ છે કે રિવરફ્રન્ટ ખાતે સંત સંમેલન યોજાયુ હતુ જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓ સામેલ હતા જેમાં ઋત્વિજ પટેલ પણ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 4 જાન્યુઆરીનના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતુ. આ સંમેલન સુપર સ્પ્રેડર બન્યું છે કારણ કે આ સંમેલનમાં ભાગ લેનારા ભાજપનાં 40 થી વધુ નેતાઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર રહ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud