watchgujarat: એર ઈન્ડિયાને ટાટા સન્સ દ્વારા હસ્તગત કર્યા બાદથી કેટલાક લોકો ટાટા સાથે જોડાયેલા ટ્રસ્ટનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં, એર ઈન્ડિયાએ આવી જ એક ભ્રામક જાહેરાત પર નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે એર ઈન્ડિયા દ્વારા કોઈ ફ્રી ટિકિટ ઓફર ચલાવવામાં આવી રહી નથી. તેમજ Builder.ai નામની કંપનીએ એર ઈન્ડિયા માટે કોઈ એપ વિકસાવી નથી. જો તમે પણ આવી જાહેરાત પર વિશ્વાસ કરતા હોવ તો તમારે આ પૂરા સમાચાર જરૂર વાંચો.
એર ઈન્ડિયાએ નોટિસમાં કહી આ વાત - એર ઈન્ડિયાએ તેની નોટિસમાં સ્પષ્ટતા કરી છે કે Builder.ai કંપની પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં એક અભિયાન ચલાવી રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપનીએ એર ઈન્ડિયા માટે એક એપનો પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે.
જયારે, જાહેરાત સાથે એક QR કોડ પણ આપવામાં આવ્યો છે. જેના દ્વારા પ્રોટોટાઇપ એપ ડાઉનલોડ કરવાની લિંક આપવામાં આવી છે. સાથે જ એર ઈન્ડિયાએ નોટિસમાં કહ્યું કે, જો તમે પણ આવી કોઈ જાહેરાત જોઈ હોય તો તેનાથી અંતર રાખો.
જાહેરાતમાં કરવામાં આવ્યો આ દાવો - Builder.ai કંપનીની જાહેરાતમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકો આ એપ ડાઉનલોડ કરશે તેમને એર ઈન્ડિયાની ફ્રી ટિકિટ જીતવાની તક મળશે.
https://twitter.com/airindiain/status/1494331924264878080?s=20&t=rvMz1YO3pPf4-HovyB6J7Q
જયારે, એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે તેમની તરફથી કોઈ ફ્રી ટિકિટ આપવામાં આવી રહી નથી. એટલે કે, Builder.ai દ્વારા કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે બોગસ છે અને તેમાં પડવાની કોઈ જરૂર નથી.
એર ઈન્ડિયાએ તેની નોટિસમાં કહ્યું છે કે આ એપ ચોક્કસપણે એર ઈન્ડિયાનો લોગો બતાવી રહી છે, પરંતુ એર ઈન્ડિયાએ તેને વિકસાવવા માટે કહ્યું નથી. આવી સ્થિતિમાં, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે જો આ એપ દ્વારા કોઈની સાથે છેતરપિંડી થશે તો તેના માટે કંપની જવાબદાર રહેશે નહીં.