•  કુલ 91 રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત 12243 વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન
  •  જે લોકોનો પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લાભાર્થીઓ આ મહાઝુંબેશનો લાભ લેવા અપીલ
  •  દરેક લાભાર્થીને પ્રોત્સાહન માટે યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા એક લિટર ખાધ તેલનું મફતમાં વિતરણ 

WatchGujarat.સરકાર દ્વારા કોવિડ-19 મહામારી અન્વયે ભરૂચ જિલ્લામાં પણ તમામ તાલુકામાં રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે. જિલ્લાના વાલીયા તાલુકામાં 23 નવેમ્બર મંગળવારના રોજ કુલ 91 રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત 12243 કોરોના વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન કરાયું છે.

જિલ્લા મજિસ્ટ્રેટ અને કલેકટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા દ્વારા વાલીયા તાલુકાની સમગ્ર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જે લોકોનો પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લાભાર્થીઓ આ મહાઝુંબેશનો લાભ લે અને સમાજને સુરક્ષિત કરવામાં સહભાગી બને.વધુમાં આ ખાસ ઝુંબેશમાં રસીકરણ કરાવનાર દરેક લાભાર્થીને પ્રોત્સાહન માટે યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા એક લિટર ખાધ તેલનું મફતમાં વિતરણ કરવામાં આવનાર છે. એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયતે જણાવ્યું છે.

વાલિયા તાલુકામાં બાકી રહેલા લોકો પ્રથમ અને બીજો ડોઝ મુકાવે તે માટે જિલ્લા પ્રશાસન અને આરોગ્ય તંત્રે હાથ ધરેલી મહા ઝુંબેશમાં સંસ્થા દ્વારા પણ લોકોને વેકસીનેશન માટે પ્રોત્સાહિત કરવા ખાદ્યતેલનું મફત વિતરણનું આયોજન કરાયું છે. હવે કેટલા લોકો આ મહા ઝુંબેશમાં જોડાય રસીકરણ અભિયાનમાં સહભાગી બને છે તે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud