• બ્રિજની ફરતે કમ્પાઉન્ડ વોલ બાંધવાની સાથે ફેબ્રિકેશન વર્ક કરીને ચેઇન લીન્ક ઝાળી લગાડવામાં આવશે
  • 2.50 લાખ લીટર ક્ષમતા ધરાવતા 4 અન્ડર ગ્રાઉન્ડ સમ્પ વેલ બાંધવામાં આવશે
  • રૂપિયા 50.71 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે

WatchGujarat. અમદાવાદમાં અડાલજ લીફ બ્રિજ ફરતે કરોડોનાં ખર્ચે કમ્પાઉન્ડવોલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર નજીક અડાલજ ચોકડી પર ગાંધીનગરથી સરખેજ હાઇવે અને સાબરમતીથી મહેસાણા હાઇવે પરના ક્લોવર લીફ બ્રિજને વધુ સુરક્ષિત કરવાનો નિર્ણય કરાયો છે. તેના અંતર્ગત બ્રિજની ફરતે કમ્પાઉન્ડ વોલ બાંધવાની સાથે ફેબ્રિકેશન વર્ક કરીને ચેઇન લીન્ક ઝાળી લગાડવામાં આવશે. પરિણામે સરકારી જગ્યામાં દબાણ થવા સહિત સુરક્ષાનો પ્રશ્ન રહેશે નહીં. આ ઉપરાંત ચાર પાંદડીના ફૂલ જેવા આકારના આ બ્રિજની વચ્ચેના ગાળાની વિશાળ જમીન લાંબા સમયથી પડતર પડી રહી છે. આ જમીનનો ઉપયોગ થાય અને વધારાની સુવિધા ઉભી થાય તેના માટે અહીં 2.50 લાખ લીટર ક્ષમતા ધરાવતા 4 અન્ડર ગ્રાઉન્ડ સમ્પ વેલ બાંધવામાં આવશે.

મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીનગરના અડાલજ ચાર રસ્તા પર નિર્માણાધીન ક્લોવર લીફ બ્રીજને સુરક્ષિત કરવાનો નિર્ણય પાટનગર યોજના વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ઘણા લાંબા સમયથી આ બ્રિજની નીચેની પડતર જગ્યામાં પીકનીક પોઈન્ટ વિકસાવવાનું આયોજન ખોરંભે ચડયું છે. તેવામાં વિભાગ દ્વારા બ્રિજની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી જાળી લગાવી દેવામાં આવશે. જેના માટે આગોતરું આયોજન પડી ઘડી કાઢવામાં આવ્યું છે. જે અંતર્ગત બ્રિજની નીચેના ચાર ગાળામાં 4 સમ્પ વેલ બાંધવાના આવનાર છે. તેના પાછળ રૃપિયા 50.71 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. પાટનગર યોજના વિભાગના સુત્રોના કહેવા પ્રમાણે સમ્પ વેલનું બાંધકામ કરવાની સાથે જ બ્રિજની ફરતે કમ્પાઉન્ડ વોલનું બાંધકામ પણ કરવામાં આવશે અને ફેબ્રિકેશન વર્ક કરીને તેના પર ચેઇન લીન્ક જાળી પણ ફીટ કરી દેવાની 2 કરોડ ઉપરાંતના ખર્ચની યોજના મંજૂર કરી દેવામાં આવી છે. તેના કારણે સમ્પ વેલનો વિસ્તાર સુરક્ષિત થવાની સાથે પડતર પડી રહેલી આ જગ્યામાં દબાણ થવા સંબંધિ સમસ્યાનો અંત આવી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના મુજબની કામગીરી થઈ ગયા પછી ગેરકાયદેસર દબાણોની સમસ્યાનો અંત આવી જશે. તેમજ બ્રિજ પણ વધુ સુરક્ષા પ્રદાન કરી શકાશે. જાન્યુઆરી મહિનાના અંત પહેલા આ કામગીરી ચાલુ કરી દેવા માટે આ દિશામાં વહીવટી પ્રક્રિયાને કાર્યરત કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud