• મુખ્યમંત્રીએ કોબાની જી.ડી.એમ કોનાવાલા હાઇસ્કૂલથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો
  • વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે
  • રાજ્યમાં 3થી 9 જાન્યુઆરી સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષના બાળકોનું રસીકરણ થશે

WatchGujarat.કોરોના કાળ વચ્ચે બાળકોનો કોરોના કવચ મળી રહ્યું છે. રાજ્યમાં 15થી 18 વર્ષનાં બાળકોને આજથી રસી આપવામાં આવી રહી છે. જેનો પ્રારંભ રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરાવવામાં આવ્યો હતો. જેની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા તેનો અંત આવ્યો છે અને હવે બાળકો પણ વેક્સીન વિના રહેશે નહીં. જે અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરની એક હાઈસ્કૂલમાં પહોંચીને 15 થી 18 વર્ષના બાળકોને કોરોના સામે સુરક્ષા કવચ રૂપી વેક્સીનેશન ડ્રાઇવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ.

મળતી માહિતી મુજબ રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે. CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરન ખાતે કોબાની જી.ડી.એમ કોનાવાલા હાઇસ્કૂલથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો છે. રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જેમને અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા છે. તો બાળકના વાલી આધાર કાર્ડ અથવા તો બાળકની સ્કૂલના ઓળખપત્ર દ્વારા કોવિડ રસીકરણનો સંતાનોને લાભ અપાવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 93 જેટલી શાળાઓમાં અંદાજે 20 હજાર બાળકોને આ રસીકરણમાં આવરી લેવા આરોગ્ય કર્મીઓની 50 ટીમ કાર્યરત રહેવાની છે. અભિયાનમાં પ્રથમ દિવસે જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની 13 શાળાઓના પાંચ હજાર બાળકોને વેક્સિન ડોઝ આપવાનું મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગનું આયોજન છે. રાજ્યમાં 3થી 9 જાન્યુઆરી સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષના બાળકો અને યુવાનોને કોવિડ-19ને કોરોના વેક્સિન અપાશે. રાજ્યમાં કુલ આશરે 35 લાખ બાળકોને રસી આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત અમદાવાદના જ અઢી લાખ જેટલા બાળકોને વેક્સિન આપવામાં આવશે.

રસીકરણ માટેની મહત્વની સૂચના

-રસી લેવા આવતા બાળકોએ નાસ્તો કરીને કે જમીને આવવું
-વિદ્યાર્થીઓએ આધારકાર્ડ પણ સાથે રાખવું
-સ્કૂલમાં રસીકરણનો સમય સવારે 9થી 4 વાગ્યાનો
-વિદ્યાર્થીઓએ શક્ય હોય તો વાલીઓ સાથે આવવું
-એલર્જી કે બીમારી હોય તો આરોગ્ય ટીમને જાણ કરવી

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud