• રૂપાણી સરકારના દિગ્ગજ મંત્રી કૌશિક પટેલના ખબરઅંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં પંદર મિનિટ જેટલો સમય રોકાયા હતા
  • ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમા નહીં સમાવાયેલા ભૂતપૂર્વ મંત્રી કૌશિક પટેલની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવાઈ છે
  • સવારે સાબરમતી આશ્રમ રી ડેવલપેન્ટ અંગેની બેઠકમાં ભાગ લીધા બાદ મુખ્યમંત્રી કૌશિક પટેલની ખબરઅંતર પૂછવા નિકળી ગયા હતા

WatchGujarat. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારના દિગ્ગજ મંત્રી કૌશિક પટેલની હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. જેઓ હાલ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભૂતપૂર્વ મંત્રી કૌશિક પટેલની તબિયત પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે કૌશિક પટેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા નથી. કૌશિક પટેલનું અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાયું હતું. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ.એન.મહેતા હોસ્પિટલમાં પૂર્વ મંત્રી કૌશિક પટેલને મળીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા.

સાબરમતી આશ્રમ રી ડેવલપમેન્ટ અંગેની બેઠકમાં બાગ લીધો

પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૌશિક પટેલ સાથે પંદર મિનિટ જેટલો સમય રોકાયા હતા. જે પહેલાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સવારે 10 કલાકે અનેક્ષી ખાતે સાબરમતી આશ્રમ રી ડેવલપમેન્ટ અંગેની બેઠકમાં બાગ લીધો હતો. આ બેઠક પૂર્ણ થતાં જ તેઓ યુ.એન.મહેતા હોસ્પિટલમાં પૂર્વ મંત્રી કૌશિક પટેલની ખબરઅંતર પૂછવા નિકળી ગયા હતા. જે બાદ તેમણે થલતેજ ગુરુદ્વારામાં દર્શન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં વિધાનસભા ગૃહના ચાલુ સત્રમાં પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી હતી. જે બાદ તેમને તત્કાલ તેમના ઘરે લઈ જવાયા હતા. તાજેતરમાં જ તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જેના કારણ તેમણે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાત

ગુજરાતના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ આવતી કાલે એટલે કે સોમવારે દિલ્હી રવાના થશે. દિલ્હીમાં તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે PM મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરવાના છે. ઉપરાંત તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ કરશે મુલાકાત કરવાના છે. CM પદ સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમણી આ પહેલી મુલાકાત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud