ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં જ ભાજપ હાઈકમાંડે ગુજરાત સરકાર બદલી નાંખી હતી
પાટીલ અને પટેલની નવી જોડીએ ગાંધીનગર સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કમાલ કરી બતાવી
ગાંધીનગર મહાનગર પાલિકની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો
ગાંધીનગરની ચુંટણીના પરિણામોને રાજકીય પંડિતો આવનારી વિધાનસભાની ચુંટણીનું ટ્રેલર માની રહ્યા છે
WatchGujarat. ગાંધીનગર મહાનગર પાલિકીની ચૂંટણીઓમાં આ વખતે પહેલીવાર ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે. ભાજપની આ ભવ્ય જીતનો શ્રેય પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શિરે છે. પાટીલ અને પટેલની નવી જોડીએ ગાંધીનગર સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કમાલ કરી બતાવી છે. ગાંધીનગરમાં સ્પષ્ટ બહુમતીએ આગામી વર્ષે 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. હાલ પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરમાં ભાજપ - 41, કોંગ્રેસ - 2 અને આપ - 1 સીટો પર આગળ ચાલી રહી છે.
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં જ ભાજપ હાઈકમાંડે ગુજરાત સરકાર બદલી નાંખી હતી. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું લેવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સરકારના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં. ત્યાર બાદ ભાજપ હાઈકમાંડે દેશના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં નો રીપીટ થિયરી અપનાવીને મુખ્યમંત્રી સહિત આખી સરકારના બધા જ મંત્રીઓને ઘરે બેસાડીને આખી નવી ટીમ ઉભી કરી. આ પાછળનો ભાજપના આશય વર્ષ 2022ની ચૂંટણી અને એ પહેલાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીત હાંસલ કરવાનો હતો. પાટીદારો સહિત અન્ય સમાજના મતદારોની નારાજગી દૂર કરવા અને જુના જોગીઓને ઘેર બેસાડીને નવા યુવા નેતાઓને કમાન સોંપવા ભાજપે એક કાંકરે બે નિશાન સાધ્યા હતાં. ગાંધીનગર મનપામાં જીતનો પાયો પણ આ નિર્ણય સાથે જ નખાઈ ગયો હતો.
ગાંધીનગર મહાનગર પાલિકની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલીવાર ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. આપની એન્ટ્રીને કારણે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. જોકે, આજે મતગણતરી થતાની સાથે જ શરૂઆતના ત્રણ થી ચાર કલાકમાં જ પરિણામો સ્પષ્ટ થઈ ગયા. અને ઠેર-ઠેર ભાજપનો ભગવો લહેરાતો જોવા મળ્યો. ગાંધીનગર મનપાની ચૂંટણીઓમાં એક તરફ કોંગ્રેસને માત્ર સમ ખાવા પુરતી એક જ બેઠક મળી છે. તો બીજી તરફ નવી સવી આવેલી અને બહુ ગાજેલી આમ આદમી પાર્ટી એટલેકે, AAP ના સાવ સૂપડાં સાપ થઈ ગયા છે.
ગાંધીનગરમાં ભાજપા જીતની નજીક આવતા જ પાર્ટી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થયા હતા. અને પાર્ટી અઘ્યક્ષ સી. આર. પાટીલનું મોઢુ મીઠું કરાવી જીતની ખુશી વહેચવામાં આવી હતી. ગાંધીનગરની ચુંટણીના પરિણામને આવનારી વિધાનસભાની ચુંટણીનું ટ્રેલર માનવામાં આવી રહ્યું છે.
- ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં જ ભાજપ હાઈકમાંડે ગુજરાત સરકાર બદલી નાંખી હતી
- પાટીલ અને પટેલની નવી જોડીએ ગાંધીનગર સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કમાલ કરી બતાવી
- ગાંધીનગર મહાનગર પાલિકની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો
- ગાંધીનગરની ચુંટણીના પરિણામોને રાજકીય પંડિતો આવનારી વિધાનસભાની ચુંટણીનું ટ્રેલર માની રહ્યા છે