આરોપી હિતેષકુમાર જીવાભાઇ ચૌધરી ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતાની ફ્લાઇંગ સ્કવોર્ડમાં કામ કરે છે, ફરિયાદી છોટાઉદેપુરના ભુલવણ ગામે રેતીના સ્ટોકનો ધંધો કરે છે
7 મહિના પહેલા ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કવોર્ડે ફરિયાદીને ત્યાં રેતીના સ્ટોકની માપણી કરી હતી
નોટીસમાં સુધારો કરવા તથા ચલણ પેટે આરોપીએ ફરિયાદી પાસે રૂ. 15 હજારની માંગણી કરી હતી
આ મામલે રૂ. 5 હજાર આપ્યા બાદ વધુ રૂ. 10 હજાર આપવા માંગતા ન હોવાને કારણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ આપી
WatchGujarat. ગાંધીનગર જુના સચિવાલય ખાતે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના ફ્લાઇંગ સ્કવોર્ડમાં કામ કરતા જુનિયર ક્લાર્કે છોટાઉદેપુર ખાતે કાર્યકત રેતીના સ્ટોક પર 7 મહિના પહેલા માપણી કરી હતી. જેમાં રેતીના સ્ટોકમાં તફાવત સંદર્ભે નોટીસ આપવામાં આવી હતી. આ મામલે કાર્વાહી કરવા માટે રૂ. 15 ની લાંચની માંગણી કરી હતી. રૂ. 5 હજાર આપી દીધા બાદ વધુ પૈસા આપવા નહિ ઇચ્છતા ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. સરકારી કર્મી પૈસા લેતા આબાદ ઝડપાયો હતો.
રાજ્યમાં લાંચિયાઓને ઝડપી પાડવા માટે એન્ટી કરપ્શન બ્યુરો કાર્યરત છે. મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી હિતેષકુમાર જીવાભાઇ ચૌધરી ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતાની ફ્લાઇંગ સ્કવોર્ડમાં કામ કરે છે. ફરિયાદી છોટાઉદેપુરના ભુલવણ ગામે રેતીના સ્ટોકનો ધંધો કરે છે. 7 મહિના પહેલા ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કવોર્ડે ફરિયાદીને ત્યાં રેતીના સ્ટોકની માપણી કરી હતી. અને જેમાં રેતીના સ્ટોકમાં તફાવત સામે આવ્યો હતો. જે સંદર્ભે ફરિયાદીને નોટીસ પાઠવવામાં આવી હતી. નોટીસમાં સુધારો કરવા તથા ચલણ પેટે આરોપીએ ફરિયાદી પાસે રૂ. 15 હજારની માંગણી કરી હતી. આ મામલે રૂ. 5 હજાર આપ્યા બાદ વધુ રૂ. 10 હજાર આપવા માંગતા ન હોવાને કારણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ આપી હતી.
ફરિયાદ બાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ એક્શનમાં આવી હતી. અને બે પંચોને સાથે રાખીને કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. આ મામલે આરોપી હિતેષકુમાર જીવાભાઇ ચૌધરી લાંચની રકમ સ્વિકારતા રંગેહાથ ઝડપાયા હતા. હાલ આરોપીને ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.