રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના પિતા સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો અને 1 કલાક અને 10 મિનિટે ખુરશી પર બેઠા
પોલીસ અધિકારીઓ અને શુભેચ્છકોને નવા ગૃહરાજ્ય મંત્રીએ અપીલ કરી કે, શુભેચ્છા આપવા માટે ગાંધીનગર સુધી લાંબા ન થાય
ચાર્જ લેતા પહેલા હર્ષ સંઘવીએ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના પગલે લાગીને તેમના આર્શીવાદ લીધા
હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના ગૃહ મંત્રી છે
[caption id="attachment_1399765" align="aligncenter" width="1024"] Gujarat State Home Minister Harsh Sanghvi[/caption]
WatchGujarat. શ્રાદ્ધ પહેલાં જ વહેલી સવારથી એકપછી એક મંત્રીઓએ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે ચાર્જ સંભાળી લીધો છે. જેમાં ભાજપના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીએ પણ આજે કાર્યભાર સંભાળી લીધો છે. ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ ભારતમાતાની પૂજા કરી ચાર્જ સંભાળ્યો હતો. તેઓએ પહેલા ખુરશી પર બેસવાનું પણ મુહૂર્ત કઢાવ્યું હતું. જે બાદ 1 કલાક અને 10 મિનિટે ખુરશી પર બેઠા હતા. આ સાથે જ તેમણે પોતાની કાર્યશૈલીને લઈ કેટલાક સંકેતો આપી દીધા છે.
પિતા સાથે ઓફિસ પહોંચ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવી
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના પિતા સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તેઓ પોતાની સાથે ‘યશસ્વી ભારત’, ‘ભગવદ ગીતા’ સહિતના ત્રણ પુસ્તકો લઈને પોતાની ચેમ્બરમાં આવ્યાં હતાં અને આ ત્રણ પુસ્તકો તેમજ ભારતમાતાની પૂજા-આરતી કરી હતી. તેઓ ચાર્જ લેવા પહોંચ્યા ત્યારે રાજ્ય પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓ અને શુભેચ્છકોને નવા ગૃહરાજ્ય મંત્રીએ અપીલ કરી કે, શુભેચ્છા આપવા માટે ગાંધીનગર સુધી લાંબા ન થાય. જે તે જિલ્લાની મુલાકાત દરમિયાન તમામ સાથે મુલાકાત કરીશ. આમ, તેમણે આડકતરી રીતે કોઈ ખુશામત કરવા આવવું નહીં, એવો સંકેત આપી દીધો છે.
ચાર્જ લેતા પહેલા હર્ષ સંઘવીએ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના પગે લાગીને તેમના આર્શીવાદ લીધા હતા. આ અંગે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, આજે સવારે જ હું મારા સિનિયર અને રાજ્યના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહના આશીર્વાદ લઈને સવા કલાકનું લેસન લઈને નવી જવાબદારી સંભાળવા આવ્યો છું. તેમની પાસેથી કઈ રીતે કામ કરવું એ માટેની સમજ કેળવી છે. તેમણે ગુજરાતભરના લોકોને વિનંતી કરતાં જણાવ્યું હતું કે, આ કોઈ હોદ્દો નથી કે સેલિબ્રેશનનો મોડ નથી. આ એક જવાબદારી છે અને એ સારી રીતે નિભાવવા માટે હું સૌને અપીલ કરૂ છું કે કોઈપણ પ્રકારના બુકે કે ભેટ સાથે તમારે અહીં આવવાને બદલે સમય બચાવવા માટે ઈમેલના કે અન્ય ટેક્નોલોજિકલ માધ્યમથી તમારી ઈચ્છા દર્શાવી શકો છો. અમારા સૌ વડીલો જેમણે અહીં કામ કર્યું છે તે તમામને વંદન કરું છું. તેમણે શરૂ કરેલાં કાર્યોને આગળ વધારવા પ્રયાસો કરીશું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ આભાર માનું છું.
સૌથી નાની વયે રાજ્યના ગૃહમંત્રીનું પદ હાંસલ કરવાનો રેકોર્ડ
હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના મંત્રી છે. આ ઉપરાંત તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી બનવાનો પણ રેકોર્ડ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વર્ષ 2002માં અમિત શાહે સૌથી નાની 37 વર્ષની વયે આ પદ મેળવ્યું હતું. જ્યારે આઠ પાસ હર્ષે ગુજરાત ભાજપનો રેકોર્ડ તોડીને 36 વર્ષની વયે આ પદ હાંસલ કર્યું છે.
રાજ્યના નવા 7 મંત્રીઓએ આજે ચાર્જ લીધો
ગુરુવારે ગુજરાતના નવા મંત્રીમંડળના 24 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાંથી 7 મંત્રીઓએ આજે ચાર્જ સંભાળી લીધો છે. મંત્રીઓએ ખુરશી પર બેસતા પહેલા ઓફિસમાં પૂજા કરાવી હતી. જેમા ગણેશજી, નીલકંઠ વરણી, ભગવત ગીતા સહિતની મૂર્તિ-પુસ્તકોની સ્થાપના કરી પૂજા-આરતી કરી હતી. સૌથી પહેલા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી, શ્રમ અને રોજગારપ્રધાન બ્રિજેશ મેરજા અને કૃષિપ્રધાન રાઘવજી પટેલે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી મનિષાબેન વકિલે પણ આજે ચાર્જ સંભાળ્યો હતો. તમામ મંત્રીઓએ પોતાના પરિવાર સભ્યો સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો.