રવિવારના દિવસે નવનિયુક્ત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં આવતા અધિકારીઓમાં દોડધામ
હર્ષ સંઘવીએ આજે ઓચિંતી ગૃહ વિભાગની મુલાકાત લેતા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા
તેમણી મુલાકાત સમયે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ હાજર રહ્યા
સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના મંત્રી બન્યા છે
WatchGujarat. ભાજપના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીએ ગત રોજ કાર્યભાર સંભાળ્યો છે. ત્યારે ચાર્જ સંભાળતની સાથે જ તેઓ એક્શન મોડમાં દેખાયા છે. આજે હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની ઓચિંતી મુલાકાત લીધી હતી. જેના કારણે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. રજાના દિવસે પણ ગૃહ રાજ્યમંત્રી એક્શન મોડમાં આવતા જ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. હર્ષ સંઘવીની મુલાકાત સમયે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ હાજર રહ્યા હતા.
https://twitter.com/sanghaviharsh/status/1439530299101102082?s=20
ગુજરાત સરકારના નવ નિયુક્ત ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીની કામગીરીમાં યુવા જોશ જોવા મળી રહ્યો છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી એક્શન મોડમાં આવતા જ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. રજાના દિવસે પણ ગૃહ વિભાગની કામગીરી નિહાળવા પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત સમયે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ હાજર રહ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડી.જી.પી સહિતના ઉચ્ચપદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવીએ તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ લેતા પહેલા જ તેમણે રાજ્યના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહના આશીર્વાદ પણ લીધા હતા. તેમની સાથે સવા કલાકથી પણ વધુ સમય બેઠક યોજી પદભાર વિશે કઈ રીતે કામ કરવું એ વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. મહત્વનું છે કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી તરીકે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના મંત્રી બન્યા છે. એટલું જ નહીં તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી બન્યા છે. અગાઉ વર્ષ 2002માં અમિત શાહેર સૌથી નાની 37 વર્ષની વયે આ પદ મેળવ્યું હતું. જ્યારે હર્ષે સંઘવીએ ગુજરાત ભાજપમાં 36 વર્ષની વયે આ પદ હાંસલ કરી એક અલગ રેકોર્ડ બનાવ્યો છે.