• પશ્ચિમ રેલવે પર વિવિધ પ્રોજેક્ટ્સનું રાષ્ટ્રને લોકાર્પણ તથા લીલી ઝંડી દર્શાવીને નવી ટ્રેન સેવાઓનું શુભારંભ કરશે
  • સાયન્સ સિટીમાં ત્રણ પ્રકલ્પોનું PM દ્વારા વર્ચ્યૂઅલ લોકાર્પણ કરવામાં આવશે
  • સાયન્સ સિટીની અંદર 407 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ત્રણ ગેલેરીઓનું પણ વર્ચ્યૂઅલ લોકાર્પણ કરશે

WatchGujarat. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગજરાતના વિવિધ મહત્વપર્ણૂ અને માળખાગત પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. જેમાં ગેજ પરિવર્તન, નવા વીજળીકૃત સરેન્દ્રનગર-પીપાવાવ સેકશન અને પુનર્વિકાસ થયેલ ગાંધીનગર કેપિટલ રેલ્વેની આકર્ષક અને વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગનો સમાવશે થાય છે. આ સાથે ગાંધીનગર કેપિટલ-વારાણસી સપરફાસ્ટ એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમુસેવા સહિત 2 ટ્રેનોને લીલી ઝંડી દર્શાવીને રવાના કરશે.

દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 16 જૂલાઈના રોજ ગાંધીનગર નવિનીકરણ પામેલું ગાંધીનગર કેપીટલ રેલવે સ્ટેશનનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કરાશે. સાથે જ રેલવે સ્ટેશન પર બનેલી ફાઈવ સ્ટાર હોટલનું પણ લોકાર્પણ નરેન્દ્ર મોદીના હાથ થશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર રેલવે સ્ટેશન અને તેના પર બનેલી ફાઈવ સ્ટાર હોટલ 7,400 ચોરસ મીટરમાં બનાવવામાં આવ્યા છે અને આ પ્રોજેક્ટ પાછળ અંદાજીત 790 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. બીજી તરફ સાયન્સ સિટીમાં ત્રણ પ્રકલ્પોનું વર્ચ્યૂઅલ લોકાર્પણ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. તેમજ ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને વર્ચ્યૂઅલ પ્રસ્થાન સંકેત આપવામાં આવશે.

આ ઉપરાંત ગાંધીનગરથી વરેઠા મેમુ સેવા, સુરેન્દ્રનગર-પીપાવાવ 266 કિ.મીટર રેલ્વે ઇલેકટ્રીફિકેશન કામગીરી, મહેસાણા-વરેઠા વડનગર સ્ટેશન સહિતના ઇલેકટ્રીફાઇડ બ્રોડગેજ રેલ ખંડનો પ્રજાર્પણ પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આમ 16 જૂલાઈના રોજ કરોડો રૂપિયાના પ્રકોલ્પોનું વર્ચ્યૂલ લોકાર્પણ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાયન્સ સિટીમાં નિર્માણ પામેલા ત્રણ પ્રકલ્પોનું પણ વર્ચ્યૂલ લોકાર્પણ થવાનું છે. જેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રકલ્પોમાં 266 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી, 127 કરોડના ખર્ચે તૈયાર થયેલી રોબોટિક ગેલેરી, અને 14 કરોડના ખર્ચે તૈયાર થયેલ નેચર પાર્ક સામેલ છે. સાયન્સ સિટીની અંદર નિર્માણ પામેલા એક્વેટિક ગેલેરી સૌથી વધુ લોક આકર્ષણનું કેન્દ્ર બની છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud