• નવા વર્ષના દિવસે ગાંધીનગરના સાંતેજમાંથી લોહી નિકળતી હાલતમાં પસાર થતી બાળકી મળી આવી
  • બાળકીને જોતા જ રાહદારીએ તાત્કાલિર 108, અને પોલીસને જાણ કરી
  • બાળકી સાથે દુષ્કર્મ થયાની પુષ્ટી થતા પોલીસની વિવિધ ટીમો એક્શનમાં આવી અને સઘન તપાસ હાથ ધરી
  • બાળકીને બાઇક પર લઇ જવામાં આવી હોવાની માહિતી મળતા જ જેતે સમયની આસપાસ બાળકી સાથે પસાર થયેલા લોકોની પુછપરછ શરૂ કરવામાં આવી
  • આખરે સાંતેજનો 24 વર્ષનો યુવક હાથ લાગ્યો, યુવકની કબુલાત સાંભળીને પોલીસ પણ ભારે અચંબામાં મુકાઇ ગઇ હતી

WatchGujarat. દેશભરમાં એક તરફ નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી, તો બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં લોહી નિકળતી હાલતમાં બાળકી રસ્તા પરથી પસાર થતી મળી આવી હતી. બાળકીની હાલતને જોતા રાહદારીએ તાત્કાલિક 108 ને જાણ કરી હતી. અને બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. મામલાની ગંભીરતા જોતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસના ધમધમાટ શરૂ કર્યો હતો. આરોપીએ જે કબુલાત આપી તે સાંભળતા પોલીસ કર્મીઓ પણ ભારે અચંબામાં મુકાઇ ગયા હતા.

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, બાળકીને સારવાર માટે મોકલ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યા હોવાની પુષ્ટી થઇ હતી. બાળકી મળી આવી ત્યારે પોલીસ પાસે તેના માતા-પિતા કોણ છે સહિતની કોઇ માહિતી ન હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વિવિધ ટીમોનું ગઠન કરીને બાળકીના માતા-પિતાની શોધ શરૂ કરી દીધી હતી. ગણતરીના સમયમાં બાળકીના માતા-પિતાની ભાળ મળી ગઇ હતી. મળેલી વિગત પ્રમાણે, ગાંધીનગરના સાંજેત વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં ત્રણ પુત્રી સંતાન છે. બીજી તરફ પોલીસની વિવિધ ટીમો દ્વારા બાળકી સાથે બર્બરતા આચરનારની શોધખોળ શરૂ કરી દીધી હતી. બાતમીદારોના હ્યુમન નેટવર્ક થકી માહિતી મળી કે બાળકીને બાઇક પર એક યુવક લઇને જતો જોવા મળ્યો હતો. બાતમીના આધારે પોલીસે સીસીટીવી તથા હ્યુમન નેટવર્કને કામે લગાડ્યું હતું.

બાળકી મળી આવી તે સમય પહેલા 40 જેટલા યુવકો બાઇક પર બાળકી સાથે હોવાનું તપાસમાં ધ્યાને આવ્યું હતું. પોલીસ જવાનોએ એક પછી એક તમામ સુધી પહોંચવા અને તેમની પાસેથી માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું. મોટા ભાગના કિસ્સાઓમાં બાળકીની સ્થિતી અંગે સંતોષજનક જવાબ મળ્યો હતો. પરંતુ સાંતેજમાં જ રહેતા 24 વર્ષિય યુવક વિજય ઠાકોરને બાળકી વિશે પુછતા તે ઘુંચવાયો હતો. જેને કારણે પોલીસને તેના પર રહેલો શક મજબુત બન્યો હતો.

પોલીસે વિજયની આકરી પુછપરછ શરૂ કરી દીધી હતી. આગવી ઢબે પુછપરછ કરતા વિજય  બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનું કબુલ્યું હતું. આરોપી એક પછી એક વાત કહેતા જતા એક તબક્કે પોલીસ કર્મીઓ પણ ભારે અચંબામાં મુકાઇ ગયા હતા. એક પછી એક એમ બાળકી મળીને આરોપીએ શ્રમજીવી પરિવારની ત્રણેય બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યાનું જણાવ્યું હતું.

હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રમજીવી પરિવાર અત્યંત ગરીબીમાં જીવન વ્યતિત કરી રહ્યું છે. પરિજનોએ સમગ્ર મામલે ફરિયાદ કરવાનું ટાળ્યું છે. તો બીજી તરફ દુષ્કર્મ કેસમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud