• આંદોલનકારી નેતા યુવરાજ સિંહ જાડેજા સામે પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી
  • ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને પોલીસે સમજાવીને કહ્યું હતું કે વિધાનસભાના ગેટ પર રસ્તો જામ ના કરશો
  • અટકાયત કરેલા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને જ્યાં રખાયા હતા ત્યાં આવીને યુવરાજ સિંહે તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો
  • ટેટ અને ટાટ પાસ કરેલા 55 ઉમેદવારો સામે કલમ 188 હેઠળ ગુનો દાખલ કરાશે

WatchGujarat. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલી વધી છે. જેમાં ગાંધીનગર પોલીસે યુવરાજ સામે ગુનો દાખલ કર્યો છે. તેમાં પોલીસે જણાવ્યું છે કે યુવરાજસિંહે પોલીસ પર કાર ચડાવવા પ્રયાસ કર્યો હતો. તેમજ યુવરાજના મોબાઈલ રેકોર્ડ પણ તપાસાશે. યુવરાજસિંહ વિદ્યાસહાયકોના સમર્થનમાં પહોંચ્યા હતા તે સમયે આ ઘટના બની છે. ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના વિરોધ દરમિયાન ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાય દિવસથી પડતર માંગણીઓને લઇને વિદ્યાસહાયકો મોટી સંખ્યામાં આંદોલન કરી રહ્યા છે.

ઘટના યુવરાજસિંહના કેમેરામાં જ કેદ થઈ

પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ ઘટના યુવરાજસિંહના કેમેરામાં જ કેદ થઈ છે. તેથી યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. તથા પોલીસે જણાવ્યું છે કે કોઈ વિદ્યાર્થી ઉશ્કેરાઈને પગલું ભરશે તો કાર્યવાહી થશે. તથા પેપરલીક કેસમાં પોલીસ કાર્યવાહી કરે છે. આંદોલનકારી નેતા યુવરાજ સિંહ જાડેજા સામે પોલીસે 307ની કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. ગાંધીનગર પોલીસે મીડિયાને જાણકારી આપતાં કહ્યું કે ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને પોલીસે સમજાવીને કહ્યું હતું કે વિધાનસભાના ગેટ પર રસ્તો જામ ના કરશો. પરંતુ તેઓ માન્યા નહીં એટલે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની પોલીસે અટકાયત કરીને એસપી કચેરીએ લાવવામાં આવ્યા હતા.

યુવરાજ સિંહ સામે ગુનો નોંધાયો

આ સમયે યુવરાજ સિંહ અને દીપક ઝાલા ત્યાં હાજર હતા અને અટકાયત કરેલા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને જ્યાં રખાયા હતા ત્યાં આવીને યુવરાજ સિંહે તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવરાજ અને દીપક ઝાલાને અટકાવ્યા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે યુવરાજ સિંહને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે ગાડી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવરાજે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો. આ આરોપમાં યુવરાજ સિંહ સામે કલમ 307 અને કલમ 322 હેઠળ ગુનો નોંધાયો છે. આ સિવાય 55 ઉમેદવારો એવા છે જે ટેટ અને ટાટ પાસ છે તેમની સામે કલમ 188 હેઠળ ગુનો દાખલ કરાશે.

Facebook Comments Box

Videos

Our Partners