• ગઈ કાલે દરિયા કિનારે દોઢ વર્ષની બાળકી સાથે એક શંકાસ્પદ યુવક ઝડપાયો હતો
  • પોલીસ તપાસમાં યુવક બાળકીના પિતા હોવાનું રટણ કરી રહ્યો હતો
  • આજે પોલીસ તપાસમાં આરોપી યુવકે બાળકીનું અપહરણ કર્યું હોવાનો ભાંડો ફુટ્યો
  • ભિક્ષાવૃત્તિ માટે યુવકે બાળકીનું અપહરણ કર્યું હોવાનો મોટો ઘટસ્ફોટ

WatchGujarat. ગીરસોમનાથ જિલ્લામાંથી ગત રોજ એક શંકાસ્પદ યુવક સાથે દોઢ વર્ષની માસુમ બાળકી મળી આવી હતી. શંકાસ્પદ યુવક દરિયા કિનારે બાળકીને માર મારી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ દ્વારા માર મારી રહેલ આ પરપ્રાંતિય યુવકના સકંજામાંથી બાળકીને બચાવી ને તપાસ શરૂ કરી હતી. આજે આ અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. જેને જાણ્યા બાદ તમે પણ ચોંકી ઉઠશો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ ઝડપાયેલો યુવક પોતે બાળકીનો પિતા હોવાનું રટણ કરી રહ્યો હતો. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં કેટલીક ચોંકવનારી વિગતો સામે આવી છે. જેમાં આરોપી યુવકે ભિક્ષાવૃતિ માટે બાળકીનું 22 ઓક્ટોબરના રોજ નાગપુર રેલવે સ્ટેશન નજીકથી અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે ગીરસોમનાથ પોલીસની સતર્કતાએ એક ફુલ જેવી બાળકીનું જીવન નર્ક સમાન બનતા અટકાવ્યું છે. આરોપીએ બાળકીનું અપહરણ કર્યા બાદ ગુજરાતના સતાધાર, સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ ફરતો હતો. જ્યારે આરોપી બાળકીને લઈને ગીરસોમનાથમાં હતો તે દરમિયાન પ્રભાસ પાટણ પોલીસે તેને શંકાના આધારે ઝડપ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનો પણ ખુલાસો થયો છે.

આ મામલે ગીરસોમનાથ પોલીસ દ્વારા નાગપુર પોલીસને જાણ કરી હતી. જે બાદ બાળકીના માતા-પિતા સોમનાથ આવવા રવાના થયા છે. પોલીસની આ કામગીરીના સૌ કોઈ વખાણ કરી રહ્યું છે અને પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. ગીરસોમનાથ પોલીસની આ કામગીરીના કારણે આ માસુમ બાળકીને તો તેના માતા-પિતા મળી ગયા છે. પરંતુ દેશભરમાં આવા ઘણા બાળકો છે જેઓ પોતાના માતા-પિતાને મળી શક્યા નથી. છેલ્લા કેટલાક સમયથી રાજયમાં ગુમ થયેલા બાળકોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. જે વાલીઓ માટે ચેતવણીરૂપ બાબત છે. આ અંગે કેટલાંક ચોંકાવનારા આંકડા પણ સામે આવ્યા છે.

બાળકોના અપહરણ અને ગુમ થવાના કિસ્સામાં સામે આવેલા તારણો

  • ગુજરાત રાજ્યમાં 2007થી 2020 સુધી 46,400 બાળકોનું ગુમ અને અપહરણ થયેલા હતા.
  • જેમાંથી 43,783ને શોધી લેવામાં આવ્યા છે.
  • 2617 બાળકો હાલ પણ ગુમ છે અને જેમને હજું પોલીસ વિભાગ સહિતનું તંત્ર શોધી રહી છે.
  • આંકડાકીય વિગત પ્રમાણે અમદાવાદ શહેરભરૂચસુરત શહેરદાહોદ, મહેસાણા, ગોધરામાંથી વધુ બાળકો ગુમ થાય છે.
  • આવા બાળકોનો મોટાભાગે ભીખ માંગવામાં ઉપયોગ કરવામાં આવે છે.
  • થોડા સમય પહેલા તામિલનાડુંમાં બાળકોના શરીરના આંતરિક અંગો કાઢી નાંખવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો.
Facebook Comments Box

Videos

Our Partners