વડોદરાને ઢોર મુક્ત બનાવવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું
એક જ અઠવાડિયામાં પાંચ લોકો રખડતા ઢોરના આતંકનો શિકાર બન્યા
આજે ઢોરે અડફેટે લેતા 9 વર્ષની બાળકી સહિત પરિવારને ઈજાઓ પહોંચી
બાળકીને આંખના ભાગે 7 ટાંકા લેવા પડ્યા, વડોદરા ઢોર મુક્ત ક્યારે બનશે એ સૌથી મોટો સવાલ
WatchGujarat. રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ઢોર દ્વારા લોકો પર હુમલો કરાયો હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં વડોદરામાં છેલ્લા એક અઠવાડિયામાં જ પાંચ લોકો રખડતા ઢોરના આતંકનો ભોગ બન્યા છે. આજે કોયલી ગામે એક 9 વર્ષની બાળકી રખડતા ઢોરની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. જેને સારવારમાં આંખના ભાગે 7 ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે. શહેરીજનોની અનેક રજૂઆતો છતાં શહેરને ઢોર મુક્ત બનાવવામાં વડોદરાનું તંત્ર નિષ્ફળ નિવડ્યું છે.
રખડતા ઢોરની અડફેટે 9 વર્ષની બાળકી ઘાયલ
પ્રાપ્ત વિગતો અનુસાર આજે કોયલી ગામે ઘરે પરત ફરતા પરિવાર પર રસ્તે રખડતા ઢોરે એકાએક હુમલો કર્યો હતો. જેમાં ઢોરની અડફેટે 9 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ સાથે બાળકીના દાદા-દાદીને પણ ઈજાઓ પહોંચી હતી. મહત્વનું છે કે બાળકીને સારવાર દરમિયાન આંખના ભાગે 7 ટાંકા આવ્યા છે. વડોદરામાં આ બીજી ઘટના છે જેમાં ઢોરના કારણે વ્યક્તિના આંખને નુકશાન થયું હોય. આ અગાઉ પણ વાઘોડિયામાં ટુ વ્હિલર પર જઈ રહેલા એક વિદ્યાર્થીને ઢોરની અડફેટે આવતા આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે સદનસીબે આ બાળકીની આંખ બચી ગઈ હતી, પરંતુ 7 ટાંકા લેવા પડ્યા હતા.
આ મામલે બાળકીની માતા કામિની આશિષ મેકવાણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આજે મારા સાસુ-સસરાં મારી દિકરીને લઈને ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે આ ઘટના બની હતી. આ ઘટના ખુબ દુઃખદ છે, મારી દિકરીની આંખ જતા બચી છે. મારા સાસુ-સસરાને પણ ઘણી ઈજાઓ પહોંચી છે. રોજ રખડતા ઢોરના આતંકનો લોકો ભોગ બને છે. આટલા કિસ્સા સામે આવે છે છતાં સરકાર કે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. લોકોએ આ મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ. નોંધનીય છે કે વડોદરામાં ઢોરના આતંકનો આજે આ બીજો બનાવ છે. આ અગાઉ ગઈ કાલે જેતલપુર બ્રિજ પાસે પસાર થતી વખતે એક યુવાનને ગાયએ શીંગડે ભેરવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
વડોદરામાં રખડતા ઢોરનો આતંક યથાવત
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની મુલાકાત દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મેયર કેયુર રોકડિયાને જાહેર મંચ પર શહેરને ઢોર મુક્ત બનાવવા અંગે ટકોર કરી હતી. પરંતુ તેમની આ ટકોરને આજે 6 મહિના થવા આવ્યા છતાં તંત્ર દ્વારા રખડતા ઢોરની સમસ્યા અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા 12 દિવસમાં રખડતાં ઢોરના આતંંકના પાંચ જેટલા બનાવો સામે આવ્યા છે. ગઈ કાલે રાત્રે પણ ઢોરની અડફેટે આવતા એક યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે આ બનાવોને જોતા વડોદરા નગરી હવે ઢોર નગરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક લોકો રખડતા ઢોરનો ભોગ બની રહ્યા છે.
હવે દિવસેને દિવસે રખડતા ઢોરનો આંતક વધી રહ્યો છે. વડોદરામાં રખડતા ઢોરનો આતંક ક્યારે અટકશે તે હવે મહત્વનો સવાલ બની રહ્યો છે. રખડતાં ઢોરના ત્રાસને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તે રખતા ઢોર ક્યારે પણ કોઈને અડફેટે લેશે તેવો ભય લોકોમાં પ્રવર્તી રહ્યો છે. આવા સંજોગોમાં કોર્પોરેશન તંત્ર વડોદરાને ઢોર મુક્ત ક્યારે બનાવશેએ સૌથી મોટો સાવલ ઉભો થયો છે. હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે કે વડોદરામાં રખડતાં ઢોરની સમસ્યા ઉકેલવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે.